News of Thursday, 29th May 2025
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી-તમામ પ્રાંતોને-મામલતદારમાં હવે ફાઇલોમાં ઇ-સરકાર ફરજીયાતઃ પ્રભવ જોષીનો આદેશ
મેન્યુઅલી ફાઇલ મોકલવાની મનાઇઃ વકીલો-નાગરીકોને માટે પણ ઓનલાઇન પ્રક્રિયા..

રાજકોટઃ તા.૨૯: રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રકારની વહીવટી કામગીરી આજથી ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેમાં આગામી સમયમાં હવે ઇ-સરકાર પર તમામ કામગીરી ફરજીયાત કરવામાં આવશે, આ અંગે તમામ પ્રાંત-મામલતદારોને સૂચના અપાઇ છે. વકીલો કે સામાન્ય નાગરિકોને હવે સીધી ઇ-સરકાર પોર્ટલ પર કામગીરી કરવાની રહેશે, મેન્યુઅલી કામગીરી કરવાની કલેકટરે મનાઇ ફરમાવી દિધી છે.
જો કોઇ વકીલ કે આમ નાગરિક કોઇપણ અરજી રૂબરૂ લઇને કચેરી આવશે, તો પણ તેમની કામગીરી ઓનલાઇન જ કરવામાં આવશે. આ ઓનલાઇન સુવિધા માત્ર કલેકટર કચેરી પૂરતી મર્યાદિત નથી. રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ તેમજ પ્રાંત કચેરીઓમાં પણ આ જ પધ્ધતિ અપનાવવામાં આવશે.
(2:31 PM IST)










