News of Thursday, 29th May 2025
શ્રધ્ધા રાયચૂરા દ્વારા રવિવારે આર્ટ એકઝીબીશન
૧૩૦ કલાકારો દ્વારા હાથથી બનાવેલ ૧૦ હજારથી વધુ આર્ટવર્ક, પેઇન્ટીંગનું એકઝીબીશન કમ સેલઃ બે હજારથી લઇ બે લાખ સુધીના પેઇન્ટીંગ્સનું પ્રદર્શનઃ ફ્રી એન્ટ્રીઃ કલાપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ આર્ટ ફિએસ્ટા દ્વારા ફરી એકવખત આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે. કલાકારો દ્વારા હાથથી બનાવેલ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન કમ સેલ રાખેલ છે. બે હજારથી લઇ બે લાખ સુધીના પેઇન્ટીંગ્સ કલાપ્રેમીઓને મળી રહેશે.
આર્ટ ફીએસ્ટાના શ્રધ્ધા રાયચૂરા જણાવે છે કે આગામી ૧ જૂનના રવિવારે સવારે ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધી આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ-સૌરાષ્ટ્રના ૧૩૦ કલાકારો દ્વારા હાથથી બનાવેલ આર્ટ વર્ક પેઇન્ટીંગ્સ, આર્ટ પ્રોડકટસનું એકઝીબીશનની ૧૦ હજાર કમ સેલ રાખવામાં આવેલ છે.
અહિં અલગ-અલગ આર્ટ ફોમ જેમ કે રેઝીંગ આર્ટ, ટેકસચર આર્ટ, સ્ટ્રીંગ આર્ટ, વિ. જોવા મળશે.
આર્ટ એકઝીબીશનનું ઉદ્ઘાટન રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર શ્રી તુષાર સુમેરાના હસ્તે કરવામાં આવશે.
આ એકઝીબીશનમાં કલાપ્રેમીઓને બે હજારથી લઇ બે લાખ સુધીના પેઇન્ટીંગ્સ મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રધ્ધા રાયચૂરા દ્વારા ૨૦૨૪માં પણ આર્ટ એકઝીબીશનનું આયોજન કરેલ હતું તે વખતે પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ફ્રી એન્ટ્રી રાખેલ છે. કલા પ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે આર્ટ ફિએસ્ટાના શ્રધ્ધા રાયચૂરા અને યુવા ઉદ્યોગપતિ શ્યામ રાયચૂરા નજરે પડે છે.
(2:53 PM IST)










