News of Thursday, 29th May 2025
સાયબર ફ્રોડના ૧૩ ગુનામાં સામેલ મહાવીરસિંહ સોલંકી પાસામાં ધકેલાયો
થોરાળા પોલીસના પી.આઇ. એન. જી. વાઘેલા તથા ટીમે વોરંટની બજવણી કરી સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ર૯: શહેરના અલગ-અલગ વિસ્તારમાં લોકોને પર્સનલ લોન અપાવવાની લાલચ આપી ઓનલાઇન લોન મંજૂર કરાવી લોનના રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી પરત ન આપી છેતરપીંડીના ૧૩ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં લોકોને પર્સનલ લોન અપાવવાની લાલચ આપી ઓનલાઇન લોન મંજૂર કરાવી આપી જે લોનના રૂપિયા લોન ધારકના બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ તેને વિશ્વાસમાં લઇ લોનના રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી જે વ્યકિતની લોન મંજૂર થયેલ હોઇ તેના લોનના રૂપિયા પરત ન આપી છેતરપીંડી કરવાના અલગ-અલગ ૧૩ ગુનામાં સામેલ મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી (રહે. લકકી પાર્ક શેરી નં. ૧ સોમનાથ સોસાયટી-ર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે) ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પી.એસ.આઇ. પી. બી. ત્રાજીયા તથા એ.એસ.આઇ. રાજુભાઇ દેહકવાલ અને હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નરે વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. એન. જી. વાઘેલા સહીતના સ્ટાફે મહાવીરસિંહ સોલંકીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કર્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. એ. પી. રતન, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, રાજેશભાઇ મેર, હેડ કોન્સ. ભરતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, નિલેષભાઇ ચૌહાણ, રાકેશભાઇ બાલાસરા, પ્રકાશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
(2:45 PM IST)










