<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

બકરી ઇદમાં જાહેરમાં પશુની કતલ કરવા પ્રતિબંધ

પશુઓના માસ સહિતના અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધઃ પોલીસ કમિશ્નરનું જાહેરનામુ

રાજકોટ તા.૨૯: આગામી તા.૭ના રોજ બકરી ઇદના પર્વ નીમીતે જાહેરમાં પશુની કતલ કરવા પર પ્રતિબંધ મુકવા અને  માંસ સહિતના અવશેષો જાહેરમાં ન ફેંકવા અંગે પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડયું છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, બકરી ઇદના તહેવાર નિમિતે કોઇપણ વ્‍યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્‍યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્‍યાએ જાહેરમાં પશુઓની કતલ કરવી નહિ તેમજ કોઇપણ પ્રાણીને શણગારીને જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી. બકરી ઇદ નિમીતે કુરબાની પછી પશુઓના માસ કે અન્‍ય અવશેષો જાહેરમાં ફેંકવા સહિતની બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૫ થી ૮ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:59 PM IST)