News of Thursday, 29th May 2025
જયનગરના શૈલેષભાઇ અને રૈયા ગામના વસંતભાઇનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા.૨૯: કોઠારીયા રોડ જયનગરમાં સ્વાતીના બગીચા સામે રહેતા શૈલેષભાઇ કડવાભાઇ કુકડીયા (ઉ.વ.૪૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇજતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક શૈલેષભાઇ બે ભાઇમાં નાના હતા અને ટ્રેકટર ચલાવતા હતા. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જયારે બીજા બનાવમાં રૈયા ગામ શેરી નં.૩માં રહેતા વસંતભાઇ રાજાભાઇ વાણીયા (ઉ.વ.૪૫) રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક વસંતભાઇ કારખાનામાં મજુરીકામ કરતા હતા. તે ત્રણ ભાઇ અને એક બેનમાં નાના હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી
(3:08 PM IST)










