News of Thursday, 29th May 2025
૧પ૦ ફુટ રીંગ રોડની કાયાપલટ થશે
કાલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ નવા રાજકોટના વિસ્તારની ટ્રાફીક સમસ્યા હલ કરવા વિચારણા : કન્સલ્ટન્ટ નિમણુંક કરવા શાકમાર્કેટ, ફલાવર માર્કેટના થડાના ભાવમાં ૩ ગણો વધારો કરવા, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે રપ MLD નો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા, વિવિધ વિસ્તારમાં રેઇનવોટર-હાવેસ્ડીંગ માટે બોર-બોર રિચાર્જ કરવા તથા વોર્ડ નં. ર માં રામકૃષ્ણ હાઇટસ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવા સહિતનો ૭૬ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે

રાજકોટ તા.૨૯: નવા રાજકોટના વિવિધ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ કરવા માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ૧૫૦ ફુટ રીંગરોડ તથા જંકશન રી-ડીઝાઇન કરવા કન્સલ્ટન્ટ તરીકે નિમંણુક કરવા, શહેરના જુદા-જુદા સ્થળોએ આવેલ શાક માર્કેટ અને ફલાવર માર્કેટના થડાના માસીક દરમાં રૂા.૫૦૦ માંથી રૂા.૧૫૦૦ કરવા, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડી કેપેસિટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા, વોર્ડ નં.૧ થી ૧૮માં જુદી-જુદી જગ્યાએ રેઇન વોટર કાર્પેટીંગ માટે બોર તથા બોર રીચાર્જ સીસ્ટમ રૂા.૧.૯૯ કરોડના ખર્ચે બનાવવા સહિતની ૭૬ દરખાસ્તો અંગે આવતીકાલે તા.૩૦ના શુક્રવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય થશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીની મીટીંગ આવતીકાલે બપોરે ૧૨ કલાકે મનપાની સેન્ટ્રલઝોન કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડિગ કમીટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં વિવિધ વિકાસકામો, સુવિધાની ૭૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
રિંગરોડ હવે ૧૫૦ ફુટનો થશે?
૧૫૦ ફૂટ રીંગ રોડનું નવીનીકરણ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવશે. બરોડા-અમદાવાદમાં રીંગરોડની ડિઝાઈન બનાવનાર સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા હાલના ૧૫૦ ફૂટ રીંગ રોડનો સર્વે કરી ૧૧ કિ.મી.ના રોડ ઉપર આવતા સાયકલ ટ્રેક સહિતના અડચણો દૂર કરી રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. ૨૦૦૯-૧૦ના ૧૫૦ ફૂટ રીંગ રોડનું ૧૦૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ હવે ૧૫ વર્ષ બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રીંગરોડને પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ રીંગ રોડ ઉપર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો ઉપયોગ ફક્ત વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે. તેવી જ રીતે સાયકલ ટ્રેક પમ ઉબડ ખાબડ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. જેની સામે રીંગરોડની બન્ને સાઈડ આવેલ એકમો દ્વારા વાહન પાકિંગ કરવાની સેંકડો ફરિયાદો આવેલ છે. જેના લીધે ૧૫૦ ફૂટનો રીંગ રોડ વાહન ચાલકો માટે ફક્ત ૫૦ ફૂટનો રહી જાય છે. આથી બરોડા અને અમદાવાદના રીંગરોડની માફક રોડ પહોળો કરવામાં આવે તો વાહન ચાલકોની સમસ્યા હલ થાય તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે. આથી મહાનગરપાલિકાએ હાલ ક્ન્સલ્ટન્ટની નિમણુંક કરી માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના ૧૧ કિલોમીટરના ૧૫૦ ફૂટ રીંગ રોડને પહોળો કઈ રીતે કરવો અને કયા પ્રકારની અડચણો દૂર કરવા સહિતનો સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ નવીડિઝાઈન તૈયાર કરી તે મુજબનો રીંગરોડ બનાવવામાં આવશે.
ન્યારી ડેમ ખાતે ૨૫ એમએલડીનો ફિલ્ટ પ્લાન બનશે
શહેરના વેસ્ટઝોનમાં વિસ્તાર વધતા તેમજ વસ્તી વધારા સામે પીવાના પાણીની કટોકટી નિવારવા મનપા દ્વારા સેન્ટ્રલઝોન વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ અંતર્ગત વેસ્ટઝોનમાં હયાત ન્યારી ફિલ્ટર પ્લાન્ટના કેમ્પસમાં નવા ૨૫ એમએલડી કેપેસીટીના ફિલ્ટર પ્લાન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જે અંતર્ગત બે એજન્સી ક્વોલીફાઈ થઈ છે. આથી રૂપિયા ૧૧.૮૦ કરોડના કર્ચે ફિલ્ટ પ્લાન્ટ તૈયાર કરી તેમાં ફિલ્ટર થયેલ પાણી વેસ્ટઝોનના નવા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.
બોર રિચાર્જ કરાવી શકશે
ચોમાસુ નજીક આવતા મહાનગરપાલિકાએ બોર રિચાર્જ યોજના અમલમાં મુકી છે. જેમાં રેઈન વોટર, હાર્વેસ્ટીંગ સિસ્ટમને જનભાગીદારી સાથે સાંકડી લેવામાં આવેલ છે. નિયમ અનુસાર બોર રિચાર્જ કરવા માટે કોઈ પણ એપાર્ટમેન્ટના એસોસીએશન દ્વારા અરજી કરવામાં આવશે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ બોર રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. રૂા. ૨૫ હજારના ખર્ચે ૧ બોર રિચાર્જ થશે જેમાં જનભાગીદારી હેઠળ એસોસીએસને ફક્ત ૧૦ ટકા રકમ ચુકવવાની રહેશે બાકીની રકમ તંત્ર દ્વારા ભોગવવામાં આવશ.ે આથી ચોમાસા દરમિયાન બોર રિચાર્જ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
એચસીજી હોસ્પિટલ પાછળ પાર્ટી પ્લોટ બનશે
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગથ વેસ્ટઝોનમાં વોર્ડ નં. ૧૧માં નવો પાર્ટી પ્લોટ બનાવવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરી છે. અને સેન્ટ્રલઝોન વિસ્તારમાં લોકો માટે પાર્ટીપ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ પરસંદગી મુજબ શિતલપાર્ક મેઈન રોડ ઉપર આગળ એચસીજી હોસ્પિટલની પાછળ આવેલ મનપાના ખાલી પ્લોટ ઉપર રૂા. ૪.૨૩ કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવવામાં આવશે. જેમાં પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ, કિચન, વર-વધુના રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઓફિસ, ટોઈલેટ બ્લોક, વોશ એરિયા, ર્પાકિંગ, લોન એરિયા, પ્લમ્બીંગ કામ, લબેઝિક ફર્નિચર, ફાયર સેફ્ટી તેમજ કિચન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ૮૩૦ ચો.મી.ના બિલ્ડઅપ એરિયામાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.
શાકમાર્કેટોના દરમાં ૩ ગણો વધારો ઝીંકવા દરખાસ્ત
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં શાકમાર્કેટ તેમજ ફ્લાવર માર્કેટ બનાવવામાં આવી છે. જેના માટે થડા, ઓટા, સ્ટોલ, વખાર, દુકાન, તમામ માસીક લીઝ ચાર્જ રૂા. ૫૦૦ ઠરાવ મુજબ વસુલવામાં આવી રહ્યું છે. આ તમામ માર્કેટની વહીવટી તથા સફાઈની કામગીરી માટે અલાયદો સ્ટાફ રોકવામાં આવ્યો છે. તેવી જ રીતે માર્કેટ રીપેરીંગ, રિનોવેશન, લાઈટબીલ અને સિકયોરીટી વગેરે માટે પણ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય તમામ શાકમાર્કેટોમાં સફાઈ સહિતની કામગીરી સુવ્યવસ્થિત થાય તે માટે દરેક માર્કેટમાંથી સફાઈ કામગીરી અંતર્ગત રૂા. ૫૦૦ સફાઈ કર વસુલવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. મંજુર થયા બાદ મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. સફાઈકર વસુલવાની તારીખ જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ ૬૭ દરખાસ્તો પૈકી ઝુના પ્રાણીઓ માટે ખોરાક સપ્લાય તેમજ માર્કેટ વિભાગ માટે પાંચ નંગ બોલેરો અને ઝુ શાખા માટે ત્રણ નંગ બેટરીકાર કરીદવાની તથા મનપાના જૂના સ્ક્રેપ વાહનોનું ઓક્શનથી વેચાણ કરવા તથા જુદા જુદા સ્થળોએ આવેલ શાકમાર્કેટના ભાડાના દર નક્કી કરવા તેમજ તહેવારો દરમિયાન ઉજવણી અનવયે યોજવામાં આવેલ કાર્યક્રમોમાં ચુકવેલ ખર્ચનું બીલ મંજુર કરવા સહિતની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.(૨.૨૭)
(3:10 PM IST)










