<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

રૈયામાં મામલતદારનું ઓપરેશનઃ ૩પ કરોડની જમીન ખુલ્લી...

૯૦ ઝૂપડા, બે વાડા-સર્વિસ સ્‍ટેશન તથા ર થી ૩ કોમર્શીયલ બાંધકામ તોડી પડાયાઃ મામલતદાર અજીત જોષીએ બૂલડોઝર ફેરવી દિધું....

 

રાજકોટ તા. ર૯ :..  શહેરના રૈયા વિસ્‍તારમાં ઓમ કાર રેસીડનસી પાસે અંદાજિત ૬પ૦૦ ચોરસ મીટર સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા ઝૂંબેશ આજે શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્‍લા કલેકટર  પ્રભવ જોશી અને રાજકોટ સિટી-૧ના પ્રાંત અધિકારી ડો. ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ  પヘમિ વિસ્‍તારના મામલતદાર શ્રી અજીતકુમાર જોષી અને તેમની ટીમે બુલડોઝર ફેરવી દઇ ૩પ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

આ ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતાં. શાબ્‍દિક ટપાટપી પણ થઇ હતી.

આ કાર્યવાહીમાં રૈયા ટી.પી.૨૨ એફ.પી. ૬૬/૧/૧, ૬૬/૧/૨, તેમજ સર્વે નંબર ૩૧૮ પૈકીની જમીનનો સમાવેશ થાય છે. આ જમીન પર વર્ષોથી ગેરકાયદેસર ઝૂંપડાં, એક સર્વિસ સ્‍ટેશન અને ઢોર બાંધવાના વાડા જેવા દબાણો કરી દેવામાં આવ્‍યા હતા, જેમની અંદાજિત બજાર કિંમત ૩૫ કરોડથી પણ વધુ થવા જાય છે, અધિકારી સુત્રોએ જણાવેલ કે કુલ ૯૦ ઝૂપડા તોડી પડાયા હતાં.

આ દબાણોને ખુલ્લા કરાવવાની કામગીરી મામલતદાર રાજકોટ પヘમિ અજિત જોષી  સર્કલ ઓફીસર શ્રી પાદરીયા, તલાટી શ્રી રાણા, પોલીસ તથા જીઇબીની ટીમો દ્વારા કરાઇ હતી. એક ભરવાડે તો સરકારી જમીન પચાવી પાડી સર્વિસ સ્‍ટેશન બનાવી આખી જગ્‍યા ભાડે આપી દિધાનું ખુલ્‍યું હતું, બપોરે ર વાગ્‍યે કામગીરી ચાલુ છે. (પ-૧૬)

(3:11 PM IST)