<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

લોકમેળાની તૈયારી વહેલી આરંભાઇઃ રાઇડ્‍સનો કોઇ વિવાદ ન થાય તે માટે અત્‍યારથી પગલા...

ટેન્‍ડર પ્રક્રિયા વહેલી કરાશેઃ ગત વર્ષના જ નિયમોઃ ટુંકમાં રાઇડ્‍સ સંચાલકો સાથે બેઠક

રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકપ્રિય એવા લોકમેળાને લઈને આ વખતે તંત્ર દ્વારા વહેલી તકે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે રાઈડ્‍સની મંજૂરીના વિવાદને કારણે મેળો રદ કરવો પડ્‍યો હતો, જેથી આ વર્ષે કોઈ મુશ્‍કેલી ન આવે તે માટે અગાઉથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોષીએ જણાવ્‍યું હતું કે, ગત વર્ષના નિયમો જ આ વર્ષે પણ લાગુ પડશે. જોકે, આ વખતે રાઈડ્‍સ સંચાલકો સાથે વહેલી બેઠક યોજવામાં આવશે અને ટેન્‍ડર પ્રક્રિયા પણ વહેલી શરૂ કરવામાં આવશે. આનાથી રાઈડ્‍સ સંચાલકોને તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે.

કલેક્‍ટરએ વધુમાં જણાવ્‍યું હતું કે, આ વખતે લોકમેળા માટે નવા રેસકોર્સના મેદાન તરફ અમારી નજર છે,

આ મેદાનના લેવલિંગ સહિતની કામગીરી માટે સરકાર પાસે ટૂંક સમયમાં ગ્રાન્‍ટની માંગણી કરવામાં આવશે. જો આ કામગીરી સમયસર પૂર્ણ થશે, તો મેળો નવા રેસકોર્સ ખાતે જ યોજાશે. જો કામગીરી પૂરી નહીં થાય, તો મેળો જૂના રેસકોર્સ ખાતે જ યોજવામાં આવશે.

(3:59 PM IST)