News of Thursday, 29th May 2025
પ્લાસ્ટિક મૂકિતના સંદર્ભ સામે રાજકોટમાં વોકાથોન
કલેકટરે પ્રસ્થાન કરાવ્યું: ખેલાડીઓ-કોચ જોડાયાઃ વૃક્ષોનો પહેરવેશ ખાસ આકર્ષણ

રાજકોટ, તા.૨૯: શહેરમાં આજે ‘પ્લાસ્ટિક મુક્તિ'ના સંદેશ સાથે યોજાયેલી વોકાથોનને જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીએ રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વોકાથોનમાં એથ્લેટિક્સના ખેલાડીઓ, કોચ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી સાથે પ્રકળતિના જતનનો સંદેશ આપ્યો હતો.
ભારત સરકાર દ્વારા આ વર્ષે ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણના અંત'ની થીમ સાથે ‘પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જે અન્વયે હાલ ‘પ્લાસ્ટિક -દૂષણ'ને દૂર કરવા પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજે સવારે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વોકાથોનના આરંભ પૂર્વે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રાએ કલેકટરનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી વોકાથોનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના એથ્લેટિક્સના ખેલાડીઓ, કોચ વગેરે જોડાયા હતા. આ તકે અનેક બાળકોએ વળક્ષોના પહેરવેશ પહેરીને અનોખું આકર્ષણ જગાવ્યું હતું. આ સાથે વળક્ષોના જતનનો સંદેશ આપ્યો હતો.આ તકે જિલ્લા રમત અધિકારી વી.પી. જાડેજા, બેડમિન્ટન સ્ટેટ કોચ આકાશ વડોદરિયા, એથ્લેટિક્સ કોચ રાહુલ કરકી વગેરે જોડાયા હતા
(3:32 PM IST)










