<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગ્રામ પંચાયત ચૂંટણીઃ રાજકોટ જીલ્લામાં ૫ લાખથી વધુ મતદારોઃ ૩૦૭ બેઠકઃ સરપંચને ખર્ચમાં ૭૫ હજાર મર્યાદા

જરૂર પડયે ચેક પોસ્‍ટ ઉભી કરાશેઃ સ્‍ટાફની યાદી તૈયારઃ માહિતી આપતા કલેકટર

રાજકોટ તા.૨૯: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવજોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે રાજકોટ જીલ્લાની ૬૪ ગ્રામ પંચાયતની સામાન્‍ય અને ૨૪૨ ગ્રામપંચાયતની પેટા ચૂંટણી અંગે જાહેરનામુ પ્રસિધ્‍ધ થયું છે. ૨, તારીખથી ફોર્મ ભરી શકાશે.

તેમણે જણાવેલ કે ઉપરોકત ગ્રામ પંચાયત ચુંટણીમાં રાજકોટ જીલ્લામાં કુલ ૫ લાખ ૯ હજાર અને ૨૦૮ મતદારો પોતાના અધીકારનો ઉપયોગ  કરશે, કુલ ૩૦૭ બેઠકો ઉપર બેલેટ પેપર થી મતદાન થશે.કલેકટરે  ઉમેર્યુ હતું કેR.O. -ARO   ની  નિમણુક થઇ ગઇ છે, કોઇની રજા  મંજૂર નહી થાય, સ્‍ટાફનો ડેટા તૈયાર છે, સ્‍ટાફના ઓર્ડરો કરી શીડયુલ પ્રમાણે તાલીમ અપાશે, ઝોનલ ઓફીસરો પણ નિમાઇ ગયા છે, સ્‍ટ્રોંગરૂમ- કાઉન્‍ટીંગ સેન્‍ટર બની રહયા છે, ખર્ચની મર્યાદા સરપંચ બેઠક માટે ૭૫ હજારની છે, જરૂર પડયે ચેક પોસ્‍ટ પણ શરૂ કરાશે, ટુંકમાં સંવેદનશીલ બૂથો ફાઇનલ કરી તે અંગે પણ જાહેરાત થશે.કલેકટરે ઉમેર્યુ હતુ કે, ગ્રામપંચાયત ચૂંટણીમાં કુલ ૪૩૫ મતદાન મથકો ઉભા કરાશે, સંવેદનશીલ બૂથોની યાદી મંગાવાઇ છે. જરૂર પડયે પેરામિલટરી ફોર્સની પણ ડીમાન્‍ડ કરાશે. રાજકોટ તાલુકામાં ૫૧, કોટડામાં-૧૮, પડધરી-૩૯, ઉપલેટા-૨૧, ધોરાજી-૧૩, જેતપુર-૨૮, ગોંડલ-૪૦ લોધિકા-૧૪, જામકંડોરણા -૩૨, જસદણ-૩૦ અને વિછીંયામાં ૨૮ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે, કુલ ૮૨૦ મતપેટીઓની જરૂરત પડશે, કુલ ૯૦૦ રીર્ટનીંગ ઓફીસરો આસીસ્‍ટન્‍ટ રિર્ટનીંગ ઓફીસરોના ઓર્ડર કરાયા છે.

(3:33 PM IST)