News of Thursday, 29th May 2025
રાજકોટ મહાનગરપાલીકા ઉપર એક હથ્થુ-મજબુત ૪૫ વર્ષના ભાજપના શાસનમાં શહેરનો વિકાસ થયો પણ સમતોલ તો નહી જ
પ્રજાની પીડા વેદના અને વ્યથાને સુખદ સંભારણાનો એકસ રે : શહેરની પ્રજાએ બે મુખ્યમંત્રી, બે સાંસદ, જેમાં એકને કેન્દ્રના પ્રધાન મંડળમાં સ્થાન અતિ લાંબા સમય સુધી રાજયના નાણા મંત્રી, ચાર ધારાસભ્યો જે પૈકી એક કેબીનેટ મંત્રી, આવું વજનદાર પ્રતિનિધિત્વ અપાવેલ તેમ છતાં પ્રજાની અપેક્ષા મુજબનો વિકાસ થયો નથી તેવો શહેરની પ્રજાનો મત અને અભિપ્રાય છે : લાંબા સમયથી શહેરની પ્રજા ત્રાસજનક ટ્રાફીકની યાતના- શહેરના મુખ્ય માર્ગો ઉપર અને ફુટપાથ ઉપરના બેફામ દબાણો- રખડતા ઢોર-અને કરડતા કુતરાઓના ત્રાસ જેવી સમસ્યામાંથી શાસક પક્ષ મુકિત અપાવી શકયો નથી શાસક પક્ષ ઉપર અંકુશ રાખવાની જવાબદારી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની છે પણ શહેરની પ્રજાની કમનસીબે હાલ શહેર કોંગ્રેસ પક્ષ અતિ નબળો અને નિષ્ઠાવાન નેતાગીરીના અભાવે અનેક જુથમાં વેરવિખેર પડયો છે, જેથી મજબુત વિરોધ કે તાકાતવાળા આંદોલન કરી શકતા નથી. જેનું પણ પ્રજાને દુઃખ અને રંજ છે : પ્રજાહિતમાં શાસક પક્ષે કરેલા સુખદ નોંધ લેવા જેવા કામોની પ્રજાએ નોંધ લીધી છે : ન્ટરનેશનલ એરપોર્ટ- આરોગ્ય ક્ષેત્રે એઈમ્સ હોસ્પીટલ -ન્યુ રેસકોર્ષ અટલ સરોવર અનેક ઓવરબ્રીજ-વરિષ્ઠ નાગરીકોને સીટી બસમાં નીશુલ્ક મુસાફરી-તમામ વોર્ડમાં અતિ મહત્વના આધાર કાર્ડ અંગેની સુવિધાઓ તેમા સમાવિષ્ટ છે : શાસક પક્ષનું અતિ લાંબા ગાળાનું એકચક્રી શાસન હોવા છતાં શહેરના અનેક વિસ્તારો જેમાં લાખો મધ્યમવર્ગ, શ્રમજીવીઓ, ગરીબ માણસો રહે છે તેમની મુળભુત સુવિધાઓ સંતોષકારક રીતે એક સમાન મળતી નથી, આ પ્રજાની પીડાને વેદના છે

રાજકોટ મહાનગરપાલીકાની પ્રજાલક્ષી કામગીરીને નીતી અને નિયત અંગે પ્રજાના મનમાં રહેલ પ્રશ્રો, વેદના અને પીડાને વાચા આપવાનો પ્રયાસ જન જાગળતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે કર્યો છે.
શ્રી રાઠોડ જણાવે છે કે, રાજકોટ ૪૦૦ વર્ષથી વધુ જુનુ ગામ હતુ,ં પછી નગર બનેલ અને હાલ મહાનગર છે. આ રાજકોટ એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર પણ હતું. દેશના ઝડપથી વિકાસ પામતા શહેરોમાં રાજકોટનો ક્રમ ઉચો છે. ગુજરાત રાજયના ઝડપી વિકાસ તરફ આગળ વધતા શહેરમાં રાજકોટનો ક્રમ ચોથો છે જેથી હાલ પણ રાજકોટની ગણના સૌરાષ્ટ્રના પાટનગર અને આર્થિક રાજધાનીમાં થાય છે.
હાલ રાજકોટ ૧૦૪.૮૬ કી.મી. વિસ્તારમાં પથરાયેલ છે અને તેની અંદાજીત વસ્તી વીસ લાખથી વધુ મનાય છે. વેપાર, ઉધોગ, ધંધા, અને ઉચ્ચ શિક્ષણ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે બે થી ત્રણ લાખ લોકો રાજકોટમાં કાયમી વસવાટ માટે આવે છે. લાંબા સમયથી રાજકોટમાં રહેતા એક વિશાળ વર્ગની વેદના અને ફરીયાદ છે કે, આ મહાનગરનો વિકાસ થયેલ છે પણ થવો જોઈએ એવો સમતોલ વિકાસ થયો નથી. જેની પાછળનું મહત્વનું એક કારણ આપતા જણાવે છે કે તમામ રાજકીય પક્ષના મજબુત નેતાઓ અને રાજકીય પક્ષ ઉપર આગવું પ્રભુત્વ ધરાવતા વર્ગની શહેરની જે દિશાઓમાં વિશાળ જમીનો આવેલ છે એજ દિશાઓમાં વધુ સારો અને ઝડપી વિકાસના કામ થયા છે અને થાય છે.
દેશના તમામ મોટા શહેરોની માફક જ રાજકોટમાં પણ ત્રણ થી ચાર પ્રકારની વસ્તી તેમને અનુકુળ દિશામાં સગવડતા મુજબ વસવાટ કરે છે. અતિ ધનવાનો વિશાળ બંગલા અને વિશાળ સાઈઝના આધુનીક ફલેટોમાં, અપર મધ્યમ વર્ગ નાના મકાન અને ફલેટોમાં જયારે ગરીબ શ્રમજીવીઓ શહેરના અનેક છેવાડાના વિસ્તારમાં નાના મકાનોમાં વસવાટ કરે છે. આ તમામની મુળભુત સુવિધાનો પ્રકાર સમાન છે.રોડ, રસ્તા, લાઈટ, પાણી, ભુગર્ભ ગટર અને સફાઈની, સુવિધાઓ અંગે પણ ઉંડાણથી અભ્યાસ કરશો તો આ બાબતોની પણ સંપુર્ણ સમાનતા જણાશે નહી. આ માટે શહેરના અતિ અંદરના વિસ્તારોની મુલાકાત લેવી પડે તો જ વાસ્તવીકતાનો સાચો ખ્યાલ આવે.
શહેરના અમુક વિસ્તારના ડામર રોડ ઉપર અવાર નવાર ડામર કાર્પેટ થાય છે તો આજ શહેરના અનેક વિસ્તારોના ડામર રોડ અતિ માંદા ને નબળા જણાશે. અનેક વિસ્તારો ડામર રોડ માટે ઝંખે છે. આ વાત માત્ર રોડ રસ્તાની થઈ પણ તમામ મુળભુત સુવિધાઓ પણ આજ નીતી પ્રમાણે મળે છે...પછી લાઈટ હોઈ, પાણી હોઈ, સફાઈ હોઈ કે ગટર વ્યવસ્થા હોય. આવા કારણોસર શહેરનો એક વિશાળ વર્ગ એવું સ્પષ્ટપણે માને છે કે શહેરનો સમતોલ વિકાસ થયેલ નથી. અને તમામ નાગરીકોને મુળભુત સુવિધા પણ સમાનતાના ધોરણે મળતી નથી.
ભાજપના નેતળત્વમાં પ્રજાને મળેલ મહત્વની સફળ યોજનાની પ્રજાએ નોંધ લીધેલી છે. જો આ વિગતોનો ઉલ્લેખ નો થાય તો આ અહેવાલ પક્ષપાતી ગણાય. રાજકોટની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ તેવું ઈન્ટરનેશનલ એરપોર્ટ, આરોગ્ય ક્ષેત્રે અનમોલ ભેટ સમુ એઈમ્સ હોસ્પીટલ, ટ્રાફીક પ્રશ્રે રાહત થાય તેવા એક થી વધુ ઓવરબ્રીજ, ન્યુ રેસકોર્ષમાં અટલ સરોવર, શહેરના સીનીયર સીટીઝનોને સીટી બસમાં વિના મુલ્યે મુસાફરી, અતિ મહત્વની આધાર કાર્ડેની હાડમારી માંથી પ્રજાને રાહત આપવા તમામ વોર્ડમાં આધાર કાર્ડેને લગતી કામગીરી શરૂ કરાવી છે. જે પ્રજાલક્ષી કાર્યો અભીનંદનને પાત્ર છે.
શાસક પક્ષને અંકુશમાં રાખવો અને વિકાસના કામો પારદર્શક રીતે થાય તે જોવાની જવાબદારી વિરોધ પક્ષની હોય છે પણ શહેરની પ્રજાની કમનસીબે કોગ્રેસ વિરોધ પક્ષની જવાબદારી અદા કરવામાં નીષ્ફળ રહયો છે. કારણ કે કોગ્રેસમાં નિષ્ઠાવાન-વફાદાર- નેતાગીરીનો દુષ્કાળ, આંતરીક ખટપટને કારણે કોગ્રેસ વેર વીખેર અને અંતના આરે છે. જેના કારણે શાસક પક્ષને મોકળું મેદાન મળે છે જેની સજા પ્રજા ભોગવે છે.
શહેરની પ્રજાની પીડા,
વેદના અને વ્યથા
શહેરમાં બાગ બગીચા અને બાળક્રિડાંગણ પ્રમાણ ખુબ જ ઓછા છે અને જે છે તેની હાલત જરા પણ સારી નથી.
અતિ મુળભુત જરૂરી સુવિધા જેવી કે મુતરડીઓ ખુબ જ ઓછી છે અને જે છે એ એટલી હદે ખરાબ હાલત હોઈ છે પ્રજા ઈચ્છે તો પણ તેનો ઉપયોગ કરી શકતી નથી.
સ્ત્રીઓની મુતરડીઓ તો ખુબ જ ઓછી છે. મુતરડીઓમાં લાઈટ-પાણીની વ્યવસ્થા પણ હોતી નથી. આમ માત્ર શોભાના ગાંઠીયા જેવી બની રહે છે.
શહેરના તમામ મુખ્ય માર્ગોની ફુટપાથો ઉપર વિવિધ પ્રકારના દબાણો ખડકાયેલા છે.
શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપરના વિવિધ પ્રકારના દબાણોથી પ્રજા અતિ હાલાકી અને વેદના ભોગવે છે. માત્ર છુટક, તકલાદી ઝુંબેશો કરી પ્રજાને મુર્ખ બનાવવામાં આવી રહી છે.
માત્ર દોઢ કે બે ઈંચ વરસાદમાં કરોડોના ખર્ચે બનેલા માર્ગો ભાંગી જાય અને ખાડા -ખબડાવાળો રોડ બની જાય છે. પણ હજુ સુધી કોઈની જવાબદારી ફીકસ ન થવાના કારણે પ્રથા પીડાતી જ રહે છે. ચોમાસા બાદ ફરી કરોડો રૂપીયા રસ્તાઓની મરામત અને ખાડા પુરવા વાપરવા પડે છે જે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે શરમજનક બાબત છે.
રાજકોટ મહાનગરપાલિકા ઉપર ભાજપનું લગભગ ૪૫ વષઁથી તોતીંગ બહુમતી સાથે શાસન રહેલુ છે અને છેલ્લા ત્રીસ વર્ષથી રાજયમાં પણ ભાજપનું શાસન છે. તેમ છતાં રાજકોટની પ્રજાને રોજ વીશ મીનીટ પાણીથી ચલાવવું પડે છે અને અભ્યાસુના મતે નજદીકના ભવિષ્યમાં પ્રજાને વધુ સમય પાણી મળે તેવા એંધાણ નથી !
વિકાસના મુખ્ય મંત્ર સાથે રાજયમાં લાંબા સમયથી શાસન કરતી સરકારના રાજયમાં હાલ પણ રાજકોટનો એક વિશાળ વર્ગે સ્વ ખર્ચેથી પાણી ટેન્કર યુગમાં જીવે છે ને વિકાસનો આનંદ માણે છે. મહાનગર પાલીકાના સતાધીશો શહેરની તમામ પ્રજાને વધુ નહી પણ રોજ એક કલાક પુરતા ફોસેંથી પાણી પુરૂ પાડવાનું આયોજન કરી શકી નથી જે શહેરની પ્રજાની કમનસીબી અને શાસક પક્ષની ઘોર નીષ્ફળતા ગણી શકાય. મોસાળે જમણને માતા પીરશે તેવી પરિસ્થિતિમાં પણ શહેરની પ્રજાને વાટકી પાણીથી સંતોષ માનવો પડે છે.
પ્રજાનો એક વિશાળ વર્ગે એવું સ્પષ્ટપણે માને છે કે, રોજબરોજ જે મુશ્કેલીઓ ભોગવે છે તેના કાયમ ઉકેલમાં તંત્રને રસ નથી તંત્ર તો માત્ર કરોડોની મહાકાયા યોજનામાં જ રસ છે, એવુ પ્રજાનો એક વિશાળ વર્ગ માને છે.
આજી રીવરફન્ટ યોજના પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ આ યોજના ગુમ થઈ ગઈ ! આજી નદી વિશાળ ગંદો વોકળો અને તોડેલા બાંધકામના ભંગારનો વિશાળ ડેલો બની ગયેલ છે. શહેરની પ્રજાનું ઉતમ આસ્થા સ્થાન રામનાથ મહાદેવ મંદિર વિકાસ કાર્ય લાંબા સમયથી ભયંકર ગોટે ચડેલુ છે. કરોડોના આંધણ બાદ કામ પુરૂ થયેલ નથી જે શાસકોની નબળી નીતીનો નમુનો છે જેનું પ્રજાને ખુબ જ દુઃખ છે.
મહાનગરપાલીકામાં મોટા ભાગનો વહીવટ ઈન્ચાર્જના ભરોસે ચાલે છે. મહત્વના અધિકારીઓ અને કર્મચારીઓની એક હજાર અઢાર જગ્યા ખાલી છે. જેને કારણે અરજદારો હેરાન પરેશાન થાય છે.
મહાનગરપાલીકા માટે અતિ કલંકીત અને શરમજનક ઘટના ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડની બની જેમાં ૨૭ નિદોર્ષના મોતમાંથી નાના મળતકોની ઉમર ૧૨ વર્ષ અને મોટા મળતકની ઉંમર ૪૫ વર્ષ હતી. આ અતિ દર્દનાક અગ્નિકાંડમાં કુલ ૧૫ આરોપીઓની ધરપકડ થયેલ છે. જેમાં આઠ રાજકોટ મહાનગર પાલીકાના કર્મચારીઓ છે જે મહાનગરપાલીકામાં ચાલતા બેફામ ભષ્ટાચારનો નમુનો છે. જાણકારોના મતે લાયકાત વગરની વ્યકિતઓને ટી.પી.ઓ. બનાવનાર સંપૂર્ણ સલામત, અને નાની મોટી માછલીઓ અંદર અને મોટા મગરમચ્છો મજામાં છે.
આલેખન
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
મો.નં. ૯૮ર૪ર ૧૬૧૩૦
(3:45 PM IST)










