<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

આખરે શાસ્ત્રી મેદાન ચોખ્‍ખુ ચણાક

કલેકટરે સવારથી સફાઇ ઝુંબેશ શરૂ કરાવી : હવે ર૪ કલાક સિકયુરીટી મુકવા આદેશો : ચોકીદારની બે કેબીનો રાખવા સૂચના : મામલતદાર-પ્રાંતને વાર- તહેવારે નિરિક્ષણ કરવા નિર્દેશ

રાજકોટ, તા. ર૯ :  શહેરના મધ્‍યમાં આવેલું ઐતિહાસિક શાસ્ત્રી  મેદાન, જે જિલ્લા કલેકટર પ્રભાવ જોશીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, તે હાલમાં સામાજિક પ્રવળત્તિઓનું કેન્‍દ્ર બનવાને બદલે અસામાજિક પ્રવળત્તિઓ અને કચરાના ઢગલાઓનો અડ્ડો બની ગયું હોવાનું સામે આવ્‍યું છે.

આ બાબતે અખબારી અહેવાલોમાં  મેદાનની દયનીય સ્‍થિતિ ઉજાગર કરવામાં આવી હતી, તંત્રની ભારે ટીકા.

શાસ્ત્રી  મેદાનમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત, બાંધકામની બિલ્‍ડિંગનો વ્‍યર્થ કચરો પણ મેદાનમાં ફેંકવામાં આવ્‍યા હા.  મેદાનના ગેટ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્‍યા હતા, જે અસામાજિક તત્‍વોને સરળતાથી પ્રવેશવા દે  તેવું બનતું હતું.

આ અખબારી અહેવાલોની  ગંભીર નોંધ લેતા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તાત્‍કાલિક કાર્યવાહીના આદેશ આપ્‍યા છે. તેમણે શાસ્ત્રી  મેદાનની સત્‍વરે સાફ-સફાઈ કરવા, મેદાનમાં ૨૪ કલાક સિકયુરિટી ગાર્ડ તૈનાત કરવા, તૂટેલા ગેટનું સમારકામ કરવા, અને મેદાનના બંને ગેટ પર સિકયુરિટી કેબિન બનાવવાનો આદેશ કર્યો છે. આ પગલાં શાસ્ત્રી  મેદાનને ફરીથી શહેરના લોકો માટે સ્‍વચ્‍છ અને સુરક્ષિત સ્‍થળ બનાવવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.

મળતી વિગતો મુજબ આ જ સવારથી શાસ્ત્રી  મેદાનની સફાઇ ઝુંબેશ શરૂ કરાઇ છે, આવારા તત્‍વોને બહાર કઢાયા હતા, ખાનગી ટ્રાવેલ્‍સોની બસો-ગાડીઓને તાકિદે પોતાના વાહનો લઇ લેવા સૂચના અપાઇ હતી, હવે ર૪ કલાક સિકયુરીટી રહેશે. તેમ કલેકટરે ઉમર્યુ હતું, તેમજ પヘમિ મામલતદાર અને સીટી પ્રાંત-૧ ને સતત ચેકિંગ કરતા રહેવા અને રીપોર્ટ આપતા રહેવા નિર્દેશ અપાયા છે.

(3:46 PM IST)