News of Thursday, 29th May 2025
ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર ડામર કામનું મુર્હૂત આવ્યું પણ કામ લોટ પાણીને લાકડા !
યુનિ. રોડ થી રૈયા રોડને જોડતા મુખ્ય માર્ગનું થીગડાથી સમારકામઃ માટી ઉપર જ ડામર પાથરી દેવાયો ! લતાવાસીઓમાં રોષ

રાજકોટઃ શહેરના હાર્દસમા યુનિ. રોડ અને રૈયા રોડને જોડતા ગંગોત્રી પાર્ક મેઇન રોડની બીસ્માર હાલતનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે મોડે-મોડેથી ડામ કામનું મુર્હુત નિકળ્યું છે પણ કામમાં લોટ પાણીને લાકડા જેવા મળ્યા છે. વોર્ડ નં. ૯ ના વ્યસ્તમાં ના એક ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર મોટી સંખ્યામાં રહેતા લોકો લાંબા સમયથી ભારે હાલાકી ભોગી રહ્યા હતા. અહીં ઉબડ-ખાબડ રસ્તાના કારણે અનેક રાહદારીઓ નાના-મોટા અકસ્માતનો ભોગ પણ બન્યા છે, ત્યારે મેઇન રોડના રિ-કાર્પેટીંગ પાછળ ૭૦ લાખનો તોતીંગ ખર્ચ કરવા છતાં કામ નબળુ થતુ હોવાની સ્થાનીકોના મોઢે ચર્ચા થઇ રહી છે. રસ્તા ઉપરની માટી દૂર કરવાને બદલે તેની ઉપર જ ડામર પાથરી દેવાતો હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. જો આવી રીતે મુખ્ય માર્ગ બનશે તો વધુમાં વધુ બે વર્ષમાં ફરી બીસ્માર બની જશે. મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ આ અંગે રસ લે તેવી રહેવાસીઓમાં માંગ ઉઠી છે.
(3:50 PM IST)










