<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

સામાકાંઠે વિવિધ વિસ્‍તારના રોડ રસ્‍તાઓ ટનાટન બનશે

રૂ.૯૭.૫૦ લાખના ખર્ચે શિવનગર, લાલપરી, માલધારી સોસા. મેઈન રોડ (શાળા-૬૭)ના રસ્‍તા પર ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

રાજકોટ, તા. ર૯: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૫માં ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડની ગ્રાન્‍ટમાંથી રૂ.૯૭.૫૦ લાખના ખર્ચે શિવનગર, લાલપરી, માલધારી સોસા. મેઈન રોડ (શાળા-૬૭)ના રસ્‍તા પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.        

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શિશુ કલ્‍યાણ-ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામળ દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, માધ્‍યમિક અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ પ્રભારી દુષ્‍યંત સંપટ, પ્રમુખ પરેશ લિંબાસીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, મહામંત્રી જીલ્લાભાઈ સુસરા, શહેર અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી સંજયભાઈ બગડા, શહેર કિશાન મોરચા મહામંત્રી ભરતભાઈ રાદડિયા, શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, શહેર કારોબારી મનુબેન રાઠોડ, મહિલા મોરચા વોર્ડ નં.૫ પ્રમુખ રમાબેન ગોહિલ, લાભુબેન માંગરોળીયા, સતીશ સતાપરા, અશોક ચાવડા, મુકેશભાઈ કાકડિયા, કિસાન મોરચા પ્રભારી અનિલસિંહ પરમાર, વિપુલ સુસરા, જગદીશ પીઠવા, હાર્દિક વોરા, અનુસૂચિતજાતિ મોરચાના પ્રભારી કાન્‍તિભાઈ બગડા, હસમુખભાઈ તલસાણીયા, બીપીનભાઈ ગોહિલ, ગોપાલ ખરગીયા, હેમાંગભાઈ પીપળીયા, નીરવ મોલીયા, રૈયાભાઈ બાભવા, પ્રવીણભાઈ આંબલીયા, નથુભાઈ સુસરા, પુનાભાઇ ટોચટા, ભીખુભાઇ, વંસતભાઇ, દિલીપભાઈ, હિતેશભાઇ, ઘનશ્‍યામભાઇ, નાથાભાઈ આહીર, વિહાભાઇ બોહરીયા, વિભાભાઈ ચાવડા, પ્રભાતભાઈ ગેરૈયા, બુટાભાઈ સુસરા, નિલેશભાઈ સુસરા ઉપસ્‍થિત રહેલ.

 આ કામમાં શિવનગર, લાલપરી, માલધારી સોસા. મેઈન રોડ (શાળા-૬૭)ના અંદાજિત ૧૦,૫૦૦ ચો.મી.ના રસ્‍તા પર ડામર કામ કરવામાં આવનાર છે. આ કામ થવાથી વિસ્‍તારવાસીઓની સુવિધામાં વધારો થશે.

(3:51 PM IST)