<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

મણકા અને કરોડરજૂની તકલીફો માટે શનિવારે ઓમેગા હોસ્‍પિટલ એન્‍ડ આઇસીયુ ખાતે નિદાન કેમ્‍પ

દિલ્‍હી એઇમ્‍સના ડો. સિધ્‍ધાર્થ જોષી સેવા આપશેઃ રૂા.૧૦૦માં નિદાનઃ નામ નોંધણી

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓમેગા હોસ્‍પિટલ એન્‍ડ આઇ.સી.યુના ડો.સિધ્‍ધાર્થ જોષી નજરે પડે છે.

રાજકોટઃ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે મહાપૂજા ધામ ચોક ખાતે આવેલ ઓમેગા હોસ્‍પિટલ એન્‍ડ આઇ.સી.યુ ખાતે આગામી તા. ૩૧ના શનિવારે મણકા તથા કરોડરજજૂની તકલીફો માટે રાહત દરે નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં કન્‍સલ્‍ટન્‍ટ ન્‍યૂરો એન્‍ડ સ્‍પાઇન સર્જન ડો.સિધ્‍ધાર્થ જોષી સેવા આપશે. જેઓ એઇમ્‍સ દિલ્‍હીમાં લાંબા સમય સુધી સેવા આપી ચૂકયા છે.

૩૧મીના શનિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન યોજાનારા નિદાન કેમ્‍પ માટેની ફી રૂા. ૧૦૦ રાખેલ છે. સામાન્‍યતઃ જેનો ચાર્જ રૂા.૧૦૦૦ હોય છે. આ કેમ્‍પમાં ગરદન તથા કમરના લાંબા સમયથી થતાં દુઃખાવા, ગરદન તથા કમરની નસના દબાણ માટે, ડોકટરે આપેલ સર્જરીની સલાહના બીજા અભિપ્રાય માટે, જન્‍મજાત કરોડરજજૂની તકલીફો માટે તેમજ સર્જરી અને સર્જરી વગરના દૂરબીનથી થતાં ઓપરેશન વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઓમેગા હોસ્‍પિટલ એન્‍ડ આઇ.સી.યુ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. કુલ ૬ ડોકટરોની ટીમ સેવા આપે છે. ૯ આઇસીયુના બેડ છે. પ્‍લાસ્‍ટીક સર્જન, ફૂલટાઇમ, ન્‍યુરો સર્જન, સ્‍પાઇન સર્જન સેવા આપી રહ્યા છે.

કેમ્‍પમાં નામ નોંધણી માટે મો. ૯૦૨૯૦૮૦૬૮૦ ઉપર સંપર્ક કરવો. દર્દીઓએ પોતાની જૂની ફાઇલ સાથે લાવવી.

(3:53 PM IST)