<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પોલીસ વિભાગ સામે મિલ્‍કત વેરો વસુલવા મનપાએ દંડો ઉગામ્‍યો

સામાન્‍ય લોકો વેરા વળતર યોજનાનો હોંશે હોંશે લાભ લે છે પણ સરકારી તંત્ર ઉદાસીન :શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારની પોલીસની વિવિધ કચેરીઓનો ૧ર કરોડથી વધુનો ટેકસ ચડતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કડક પગલા લેવા અધિકારીઓને આપી સુચના

રાજકોટ તા.૨૯: મનપા દ્વારા નવા નાણાકીય વર્ષમાં   મિલ્‍કતવેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેને ખુબ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે પરંતુ બે લાખથી વધુ બાકીદારો વર્ષોથી વેરો ભરતા ન હોય તેમની વિરુદ્ધ સિલિંગ અને જપ્‍તી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનું લેણું હોય  સામાન્‍ય માણસની મિલ્‍કત સીલ કરવામાં આવે છે તો સરકારી મિલ્‍કતો વિરુદ્ધ પગલા કેમ ન ભરવા તેમ જણાવી સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે પોલીસ વિભાગની તમામ કચેરીનો રૂપિયા ૧૨ કરોડથી વધુનો વેરો ઝડપથી વસુલવા આકરી કાર્યવાહી કરવાના સુચના આપી છે.

આ અંગે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, મનપાની મુખ્‍ય આવક મિલ્‍કતવેરામાંથી ઉપલબ્‍ધ થઈ રહી છે. અડધા રાજકોટના ે પ્રમાણીક કરદાતાઓ તરીકે એડવાન્‍સ વેરો ભરપાઈ કરે છે. જ્‍યારે બાકીના મિલ્‍કતધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મકાનનો વેરો બાકી હોય તો પણ તેને સીલીંગ અને જપ્તી હેઠળ આવરી લેવામાં આવે છે. ત્‍યારે સરકારી કચેરીઓના કરોડો રૂપિયા બાકી કેવી રીતે ચલાવી લેવાય જેમાં અન્‍ય સરકારી વિભાગો દ્વારા ગ્રાન્‍ટ મુજબ વેરો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે.

 રૂરલ તેમજ શહેર પોલીસ વિભાગ  દ્વારા તેમની વિવિધ કચેરીઓનો મિલ્‍કત વેરો એટલે કે મનપા દ્વારા વસુલવામાં આવતો સર્વિસ ચાર્જ  નિયમિત ચુકવવામાંઆવતો  નથી.  નોટીસ આપવામાં આવે ત્‍યારે આપીદેશું તેવો એક જ જવાબ સાંભળવા મળી રહ્યો છે.

 સરકારી કચેરીની માલીકી કોઈ અધિકારીની ન હોવાના કારણે તેમજ આ પ્રોપર્ટી પબ્‍લીક હોવાના કારણે સીલ થઈ શકતી નથી તેવી જ રીતે મોટાભાગની સરકારી કચેરીઓને મિલ્‍કત વેરો ભરવા માટે સરકાર દ્વારા ગ્રાન્‍ટ ફાળવવામાં આવતી હોય છે.

પોલીસ વિભાગનો બાર કરોડથી વધુ નો મિલ્‍કત વેરો ચડત થઈ ગયેલ છે. જે વસુલવા માટે વેરાવિભાગને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ આખરી નોટીસ આપી જો મિલ્‍કતવેરો ેભરપાઈ ન થાય તો નિયમ મુજબના પગલે લેવામાં આવશે.નું પણ જયમીન ઠાકરે જણાવ્‍યું હતું.

(3:54 PM IST)