<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

રાજકોટ ચેમ્‍બર ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાની સતત પાંચમી વખત રેલ્‍વેની ZRUCC ને સભ્‍ય તરીકે બિનહરીફ નિમણુંક

રાજકોટ, તા.૩૦: વેસ્‍ટર્ન રેલ્‍વે, રાજકોટ ડીવીઝનની, ડીવીઝનલ રેલ્‍વે યુઝર્સ કન્‍સલટેટીવ કમિટિ-DRUCCની તા.૨૯-૫-૨૦૨૫ ના રોજ ડિવીઝનલ રેલ્‍વે મેનેજરશ્રી અશ્વિની કુમાર તથા સિ. ડિવીઝનલ કોમર્શીયલ મેનેજર શ્રી સુનિલકુમાર મિનાની અધ્‍યક્ષતામાં મિટીંગ યોજવામાં આવેલ હતી. આ કમિટિ સભ્‍યોમાંથી સૌરાષ્‍ટ્ર લેવલે એક સભ્‍યનું નામ  ZRUCCના સભ્‍ય તરીકે મોકલવાનું હોય રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા સિવાય અન્‍ય કોઈ સભ્‍યએ ઉમેદવારી નોંધાવેલ ન હોવાથી શ્રી પાર્થભાઈ ગણાત્રાની સતત પાંચમી વખત ઝોનલ રેલ્‍વે યુઝર્સ કન્‍સલ્‍ટેટીવ કમિટિ (ZRUCC) સભ્‍ય તરીકે બિનહરીફ નિમણુંક થયેલ છે. જે માટે તેઓને ચારે બાજુથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

શ્રી પાર્થભાઈ ગણાત્રા વર્ષ ૨૦૧૩ થી રેલ્‍વે કમિટિ સાથે સંકળાયેલ છે. તેમજ અગાઉ પણ આ પોસ્‍ટ ઉપર રહી તેઓએ રાજકોટ-સૌરાષ્‍ટ્રના મુસાફરોને રેલવે સુવિધામાં પડતી મુશ્‍કેલી અને તેના નિરાકરણ માટે રેલ્‍વેમંત્રીશ્રી, જનરલ મેનેજર શ્રી તથા ડિવીઝનલ રેલ્‍વે મેનેજર શ્રી સમક્ષ વિવિધ રજૂઆતો કરી મહદઅંશે સફળતા પણ મેળવેલ છે. આમ રેલ્‍વેને લગતા કોઈપણ પ્રશ્‍નો-સુચનો હોય તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીને મોકલી આપવા અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:25 PM IST)