<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

રાજકોટ જિલ્લા સાધુ સમાજ મહિલા સેવા સમિતિ દ્વારા રવિવારે વિદ્યાર્થી પ્રતિભા સન્‍માન સમારોહ

અનુસુચિત જાતિમાં સમાવિષ્‍ટ સાધુ સમાજના તારલાઓને બિરદાવાશે

રાજકોટ તા. ૩૦ : રાજકોટ જિલ્લા સાધુ સમાજ જિલ્લા મહિલા સેવા સમિતિ દ્વારા તા. ૧ ના રવિવારે અનુસુચિત જાતિમાં સમાવિષ્‍ટ થતા સાધુ સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓ અને વિશિષ્‍ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવા આયોજન કરાયુ છે. પુર્ણિમા હોલ, પુર્ણિમા સોસાયટી, લક્ષ્મી સોસાયટી પાછળ, નાનામવા રોડ ખાતે તા. ૧ ના સાંજે ૪ થી રાત્રીના ૧૦ સુધી આયોજીત આ વિદ્યાર્થી સન્‍માનમાં તેજસ્‍વી તારકોને શિલ્‍ડ અને અન્‍ય તમામ ભાગ લેનાર ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્‍માનીત કરાશે.

ઉલ્લેખનીય છે કે સાધુ સમાજ મહિલા સેવા સમિતિ દ્વારા અન્‍ય સેવા યજ્ઞ પણ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍સરના દર્દીઓને રાશન કીટ, વૃધ્‍ધોને દતક લઇ રાશન-ભોજન સહાય, અનાથ બાળકોને દતક લઇ શૈક્ષણિક સહાય સહીતની મદદ કરવામાં આવે છે.

રવિવારે સન્‍માન સમારોહની સાથે ગરબા, નૃત્‍ય અને ગાયન સહીતના સાંસ્‍કૃતિ કાર્યક્રમનું પણ આયોજન છે. જ્ઞાતિજનોએ ઉપસ્‍થિત રહી પ્રતિભાઓને પ્રોત્‍સાહીત કરવા અનુરોધ કરાય છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ જિલ્લા સાધુ સમાજ મહિલા સેવા સમિતિના નર્મદાબેન અમરદાસભાઇ વાઘેલા, ભાવનાબેન જગદીશભાઇ રાઠોડ, મંજુબેન નટુભાઇ જાદવ, કિરણબેન સુંદરદાસભાઇ જાદવ, જોસનાબેન રાજુભાઇ રાઠોડ, કસ્‍તુરબેન આત્‍મારામભાઇ રાઠોડ, જશુબેન કિશનભાઇ યાદવ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:26 PM IST)