તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
સિવિલ હોસ્પિટલમાં સેફટીના સાધનોના ટેન્ડરમાં ગેરરિતીની કોંગ્રેસની રાવ

રાજકોટ, તા., ૩૦: રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ફાયર સેફટીના નામે કરોડો રૂપીયાના બીલ પાસ કરાવી સુવિધામાં ધાંધીયા હોવાની ફરીયાદ કેટલાય વર્ષોથી કોંગ્રેસ અને જાગૃત માધ્યમો દ્વારા ઉજાગર કરવામાં આવી છતાં સિવિલ હોસ્પીટલ દ્વારા માનીતી એજન્સીઓ સાથેની મીલીભગતથી બીલ પાસ કરાવી પ્રજાના પૈસા લુંટવા નવા-નવા નુસ્ખા અજમાવાતા હોવાની રજુઆત આજે સિવિલ સુપ્રિ. મોનાલીબેન માકડીયા સમક્ષ કોંગ્રેસની ‘હાથ સે હાથ જોડો' સમીતીના પ્રમુખ કલ્પેશ કુંડલીયાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
લેખીત રજુઆતમાં જણાવાયું છે કે, તાજેતરમાં ફાયર સેફટીના સાધનો માટે ર૦ લાખ રૂપીયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એ જોતા લાગે છે કે સિવિલ તંત્ર અને ફાયર એજન્સી વચ્ચે સાંઠગાંઠ છે કારણ કે ફાયર સેફટીના સાધનોનો હિસાબ માંડીએ તો આખી સીસ્ટમ કાર્યરત કરવા પંપની બેટરી, સ્મોક ડીટેકટર, વાયરીંગ પેનલ ઉપરાંત અન્ય સાધનો મળી અંદાજીત દોઢથી બે કરોડ રૂપીયાનો ખર્ચ આંકી શકાય. આ વચ્ચે માત્ર ર૦ લાખ રૂપીયાનું ટેન્ડર બહાર પાડવા પાછળ કોઇ નવી એજન્સી આમા હાથ ન નાખે અને કોન્ટ્રેકટ જુની એજન્સીને મળે તેવો તખ્તો ગોઠવાયાનું સમજાઇ છે. નવા સાધનોની ખરીદીના નામે, જુના સાધનોના રીપેરીંગના નામે, ધીમે ધીમે લાખોના બીલો પાસ કરાવી મોટી કટકી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ફાયરના સાધનો અડધા ચાલુ અને અડધા બંધ હાલતમાં જોવા મળે છે. ફાયર સેફટીના બાટલાઓના સર્ટીફીકેટમાં પણ ગોલમાલ જોવા મળી રહી છે.
દર્દીઓ અને સગા સબંધીઓના જાન જોખમમાં આવે તેવું દેખાઇ રહયું છે. છતાં ફાયર સેફટી તરફ ધ્યાન આપવામાં આવતું નહિ હોવાનું કલ્પેશ કુંડલીયાએ રજુઆતમાં જણાવ્યું છે. આ ઉપરાંત ચોમાસુ નજીક છે ત્યારે સિવિલ હોસ્પીટલના બિલ્ડીંગમાં કલર કામ કરવામાં આવી રહયું છે. જે બાબત સામાન્ય લોકોના જનમાનસમાં આヘર્ય સર્જી રહી છે. ખરેખર તો ચોમાસા બાદ કલરકામ થવું જોઇએ. પરંતુ સિવિલ તંત્ર ખિસ્સા ગરમ કરવાના ખેલમાં જ રચ્યુ પચ્યુ રહેતું હોવાનું ચિત્ર ઉપસી રહયું છે. સિવિલ હોસ્પીટલમાં લોખંડના સ્પીડબ્રેકરો પણ જરૂરીયાતથી વધુ મુકી દેવાતા દર્દીઓ અને તેમના પરિવારજનોને તકલીફો ભોગવવી પડે છે તેવી ફરીયાદો પણ ઉઠી છે. આ બધી ફરીયાદોનો યોગ્ય નિકાલ કરવા માંગણી કરવામાં આવી હતી. આ રજુઆતમાં કલ્પેશ કુંડલીયા, દિલીપ આસનાની, દિપક ભાટીયા, જયુભાઇ ગધથરા, રસીક ભટ્ટ, કેશુભાઇ કોળી, હિેરનભાઇ સોની સહિતના કાર્યકરો જોડાયા હતા.
(2:27 PM IST)










