<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

શહેરમાં કોરાનાની હેટ્રીક : સતત ત્રીજા દિ'એ ૮ કેસ

મવડી, અંબિકા પાર્ક, સરદાર ટાઉનશીપ, લક્ષ્મીનગર, કોઠારીયા રોડ, વિરાણી ચોક, ખત્રીવાડ તથા જીવંતીનગર વિસ્‍તારના વ્‍યકિતઓ સંક્રમિત : ગઇકાલે ૬ પુરૂષો-ર મહિલાના રિપોર્ટ પોઝીટીવઃ કુલ ર૩ દર્દી સારવારમાં

રાજકોટ, તા. ૩૦: દેશભરમાં કોરોનાના વધતા કેસ વચ્‍ચે રાજકોટમાં પણ દર્દી નોંધાય રહયા છે. મંગળ-બુધમાં પ દર્દી નોંધાયા બાદ સતત ત્રીજા દિવસે ગુરૂવારે પણ ૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. આમ કુલ એકટીવ કેસની સંખ્‍યા ર૩ થઇ છે. જયારે એક વ્‍યકિત કોરોના મુકત થયેલ છે.

મનપાની યાદી મુજબ શહેરના મવડી, રૈયા રોડ, સરદાર ટાઉનશીપ, લક્ષ્મીનગર, કોઠારીયા રોડ, વિરાણી ચોક, ખત્રીવાડ, જીવંતીનગર વિસ્‍તારમાં ૬ પુરૂષો તથા બેસ્ત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. તમામની તબીયત સ્‍થિર છે.

જેમાંથી બે પુરૂષો ટ્રાવેલીંગ હીસ્‍ટ્રી ધરાવે છે. આ દર્દીઓની ઉમર ર૧ થી ૬૮ વર્ષ વચ્‍ચે છે. જેમાંથી ૭ લોકોએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા છે, જયારે એક વ્‍યકિતએ એક ડોઝ લીધેલ છે. તમામ હાલ હોમ કોરન્‍ટાઇન છે.

જેમાં મવડી વિસ્‍તારના ર૭ વર્ષીય પુરૂષ, અંબીકા પાર્કના ૬૮ વર્ષીય મહિલા, સરદાર ટાઉનશીપના ર૮ વર્ષીય પુરૂષ, લક્ષ્મીનગરના ૩૩ વર્ષીય પુરૂષ, કોઠારીયા રોડના ૩પ વર્ષીય પુરૂષ, વિરાણી ચોકના રર વર્ષીય મહિલા, ખત્રીવાડના ર૧ વર્ષીય પુરૂષ તથા જીવંતીનગરના ૩૧ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત બન્‍યા છે.(૬.ર૦)

(3:08 PM IST)