તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
માધાપરની ખોડીયાર ડેરી ફાર્મનું દહીં તથા હરે રામ હરે કૃષ્ણ ડેરી ફાર્મ પેડક રોડનો શુધ્ધ ઘીનો નમુનો નાપાસ
મનપા દ્વારા હરિધવા રોડ વિસ્તારના ૨૦ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણીઃ ૯ને લાઇસન્સ અંગે નોટીસ ઓમ સાંઇ સેલ્સ એજન્સી, ક્રિષ્ના કેન્ડી, ન્યુ શ્રીજી આઇસ્ક્રીમમાંથી ડેઝર્ટ, કેન્ડી તથા આઇસ્ક્રીમના પ નમુના લેવાયાઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટઃ ઉનાળાની ઋતુમાં શહેરીજનોનું સ્વાસ્થય જાળવી રાખવા મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વિક્રેતાઓને ત્યાં ચકાસણીના ભાગરૂપે ઇશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, પેડક રોડ વિસ્તારમાંથી લેવાયેલ દહીં તથા ઘીના નમુના સબસ્ટાર્ન્ડડ જાહેર થતા એજ્યુડિટેકશન કાર્યવાહી હાથ ધરાયેલ છે. ઉપરાંત હરિધવા રોડ વિસ્તારના ૯ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના અપાઇ હતી. જયારે ડેઝર્ટ, કેન્ડી, આઇસ્ક્રીમના કુલ પ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘ખોડિયાર ડેરી ફાર્મ', માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘દહીં (લુઝ)' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા SNF નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ‘હરે રામ હરે કળષ્ણ ડેરી ફાર્મ', મનહર સોસાયટી-૧ કોર્નર, પડેક રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘શુધ્ધ ઘી (લુઝ)' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં BR રીડિંગ ધારાધોરણ કરતાં વધુ તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હરિધવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ઓમ આયુર્વેદિક, ક્રિષ્ના મારવાડી પાણીપૂરી, S.S. દાળ પકવાન, જયશ્રી ભવાની ફરસાણ, બજરંગ પ્રોવિઝન સ્ટોર, ગાંધી સોડા શોપ, સોનલ સુપર માર્કેટ, મયુર ભજીયા તથા મોમાઈ લચ્છીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
આઇસ્ક્રીમ- કેન્ડી સહિત પ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ. જેમાં ખુશ્બુ કાજુદ્વાક્ષ મીડીયમ ફેટફ્રોઝન ડેઝર્ટ (ફ્રોમ ૪ લી. પેક) ઓમ સાંઇ સેલ્સ એજન્સી, યોગી ઇન્ડ. એરિયા, માધાપર GIDC, પ્લોટ નં.૩૭, રવિ વિદ્યાલય પાછળ શેડ નં.૦૧, જામનગર રોડ, ખુશ્બુ અમેરિકન નટસ મીડીયમ ફેટફ્રોઝન ડેઝર્ટ (ફ્રોમ ૪ લી. પેકડ),ઓમ સાંઇ સેલ્સ એજન્સી, યોગી ઇન્ડ. એરિયા, માધાપર GIDC, પ્લોટ નં.૩૭, રવિ વિદ્યાલય પાછળ શેડ નં.૦૧, જામનગર રોડ, ક્રિષ્ના માવા કેન્ડી બ્રાન્ડ કેસર પીસ્તા કેન્ડી (ફ્રોમ ૭૦ ગ્રામ પેકડ) ક્રિષ્ના કેન્ડી, ગ્રા.ફ્લોર શોપ નં,૨૦, સુવર્ણભૂમિ કોમ્પ્લેક્ષ, અંબિકા ટાઉનશીપ, મવડી, સ્પે.રેડ વેલવેટ આઇસ્ક્રીમ (લુઝ) ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ, પંચનાથ કોમ્પ્લેક્ષ, ગ્રા.ફ શોપ નં.બી-૬, સેન્ટમેરી સ્કૂલ સામે, કાલાવડ રોડ, વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ, પંચનાથ કોમ્પ્લેક્ષ, ગ્રા.ફ શોપ નં.બી-૬, સેન્ટમેરી સ્કૂલ સામે, કાલાવડ રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
(3:30 PM IST)










