<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

રાજકોટના ત્રંબામાં કાલે બૌધ્‍ધ ધમ્‍મ સભા અને ભીમ ડાયરો

મહાબૌધિ મહાવિહાર મુક્‍તિ આંદોલનના સમર્થનમાં ભવ્‍ય આયોજન : ડો. બાબા સાહેબ આંબેડકરના વંશજ ભીમરાવ યશવંતરાવ આંબેડકર ઉપસ્‍થિત રહેશે : રાજય અને રાજય બહારથી લોકો વિશાળ સંખ્‍યામાં ઉમટશે : સાંજે પ્રવચન-વિવેચન અને રાત્રે દિનેશ ગોહિલની ટીમ દ્વારા ભીમ ડાયરો ગજાવાશે : ભોજન પ્રસાદની પણ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૩૧ : ભારતીય બૌધ્‍ધ મહાસભા રાજકોટ જિલ્લા દ્વારા માનવ મંદિર, કસ્‍તુરબાધામ ત્રંબા (રાજકોટ) ખાતે કાલે તા. ૧ ના બૌધ્‍ધ મહાસભા અને ભીમ ડાયરાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે મહાબોધિ મહાવિહારના મુક્‍તિ આંદોલનના સમર્થનમાં આ આયોજન કરાયુ છે. જેમાં બૌધ્‍ધ મહાસભાના ભારતીય અધ્‍યક્ષ શ્રી ભીમરાવ યશવંતરાય આંબેડકર, મિશન જયભીમના સંરક્ષક રાજેન્‍દ્ર પાલ ગૌતમ, દિલ્‍હી યુનિવર્સિટીના પ્રો. રતનલાલ, કસ્‍તુરબા માનવ મંદિર ત્રંબાના ટ્રસ્‍ટી ધીરૂભાઇ કોરાટ ઉપસ્‍થિત રહેશે.

સાંજે પ.૩૦ વાગ્‍યે આ કાર્યક્રમનો આરંભ થશે. પ્રારંભે બૌધ્‍ધ ધમ્‍મ સભા મળશે. જેમાં ગુજરાતભરમાંથી પ હજારથી વધુ લોકો ઉપસ્‍થિત રહે તેવી તૈયારીઓ રાખવામાં આવી છે. બૌધ્‍ધ સભા બાદ ભોજન પ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખેલ છે. રાત્રે ૯.૩૦ વાગ્‍યાથી ભીમ ડાયરો શરૂ થશે. જેમાં સૌરાષ્‍ટ્રના બહુજન સાહિત્‍યકાર દિનેશ ગોહિલ અને તેમના સાજીંદાઓ  બુધ્‍ધવાણી રજુ કરશે. ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરના વંશજ અને વારસ એવા ભીમરાવ યશવંતરાય આંબેડકરને જોવા અને સાંભળવા લોકોમાં અદમ્‍ય ઉત્‍સાહ પ્રસર્યો છે.

આ પ્રબોધનમાં બિહારમાં બુધ્‍ધને જયાં જ્ઞાન પ્રાપ્‍તિ થઇ છે એવા મહાબોધિ મહાવિહાર અને ભારતનમાં બૌધ્‍ધ ધર્મનું વર્તમાન અને ભવિષ્‍ય તથા દશાના સંદર્ભમાં પ્રવચન, વિવેચન અને લોકસાહિત્‍યના માધ્‍યમથી બુધ્‍ધ વાણી રજુ થશે. દિનેશ ગોહીલ ભીમ ડાયરો જમાવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બૌધ્‍ધ મહાસભાની રાજકોટ શહેર જિલ્લાની ટીમ ધીરૂભાઇ કોરાટના દિશા નિર્દેશમાં જહેમત ઉઠાવી રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભારતીય બૌધ્‍ધ મહાસભા ગુજરાત રાજય મહિલા સંગઠક એડવોકેટ ભારતીબેન પરમાર (મો.૮૪૮૭૯ ૮૮૭૨૭), જયેશભાઇ પાતર (મો.૯૯૦૪૫ ૫૫૧૪૮), સુરેશભાઇ બથવાર, રમેશભાઇ રાઘવભાઇ સોલંકી, વિનોદભાઇ પરમાર, દિલીપભાઇ પરમાર, હરેશભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ વાળા, સતિષભાઇ મુછડીયા, ભુપેનભાઇ પરમાર, એડવોકેટ રમેશભાઇ સોલંકી, વિક્રમભાઇ વોરા, વિનયસાગર અનિત્‍ય વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(12:20 PM IST)