<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભારત વિકાસ પરિષદ દ્વારા કાલે પ્રાંતિય વર્કશોપઃ સંસ્‍થાના કાર્યોની આગામી આયમોની ચર્ચા વિચારણા થશે

 

રાજકોટઃ ભારત વિકાસ પરિષદનો પ્રાંતિય વર્કશોપ કાલે તા. ૧/૬ ને રવિવારે સરસ્‍વતી શિશુમંદિર- એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે યોજાશે. ભારત વિકાસ પરિષદની ૧૬૦૦ થી વધુ જેટલી શાખાઓ દેશમાં ફેલાયેલી છે. આ શાખાઓને ૧૦ રીજીયન અને ૭૯ પ્રાંતમાં વહેચવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રાંત જેના અધ્‍યક્ષ સંજયભાઇ કોટક, મહાસચિવ દિવ્‍યેશભાઇ સતાસીયા અને કોષાધ્‍યક્ષ ડો. જયેશભાઇ પનારા છે તે આ વર્કશોપના યજમાન પદે રહેલ છે જેને રાજકોટ શહેરમાં આવેલી ૮ બ્રાંચો પૈકી આનંદનગર, રામકૃષ્‍ણનગર, નટરાજનગર, રણછોડનગર,મવડી અને શ્રધ્‍ધાપાર્કના કાર્યકર્તાઓ દ્વારા આ વર્કશોપની વ્‍યવસ્‍થાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ભારત વિકાસ પરિષદ વેસ્‍ટ રીજીયનનાં જનરલ સેક્રેકટરી વિનોદભાઇ લાઠીયા અને વેસ્‍ટ રીજીયનના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી પ્રફુલભાઇ ગોસ્‍વામી અને વેસ્‍ટ રીજીયન ના જોઇન્‍ટ જનરલ સેક્રેટરી દિનેશભાઇ વોરાના માર્ગદર્શન હેઠળ આ અભ્‍યાસવયના સંયોજક સંજયભાઇ બાલધા અને સહસંયોજક બકુલભાઇ દુધાગરા તથા જીતેશભાઇ ગોસ્‍વામી, પ્રાંત સંગઠન સચિવ કરશનભાઇ મેતા તથા ભરતભાઇ લીંબાસીયા, વિજયભાઇ કુંભારવાડીયા, ચિરાગગિરિ ગોસ્‍વામી, અશોકભાઇ કકકડ, ધીરૂભાઇ મેંદપરા, સુરેશભાઇ વ્‍યાસ, ડો. ભાવીનભાઇ ધમસાણીયા, કિરીટભાઇ મૈયડ, મહેશભાઇ તળાવીયા, મનોજભાઇ પુરોહિત, પ્રવિણભાઇ વ્‍સોયા, રાજુભાઇ તાલપરા, રમેશભાઇ દુધાત, રમેશભાઇ લાઠીયા,કાથરોટીયાભાઇ, જયંતભાઇ દુધાગરા વિગેરે આખરી ઓપ અપાઇ રહ્યો છે.  આ અભ્‍યાસ વર્ગમાં પ થી ૬ સત્રોમાં વકતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ભારત વિકાસ પરિષદના પヘમિ ક્ષેત્રના સંગઠન સચિવ પ્રફુલભાઇ ગોસ્‍વામી, જોઇન્‍ટ જનરલ સેક્રેટરી દિનેશભાઇ વોરા, નરેન્‍દ્રભાઇ ભાડલીયા, અરવિંદભાઇ તુવાર, ડાયાભાઇ વાઢેર, ડો. સ્‍નેહભાઇ તન્‍ના અને શ્રીમતી ડોલીબેન લાઠીયા દ્વારા માર્ગદર્શન તેમજ સંસ્‍થાના નીતિ, નિયમો બંધારણ, ધ્‍યેયો, રાષ્‍ટ્રીય કાર્યક્રમો વિગેરે વિશે માહિતી આપવામાં આપવામાં આવશે.

 તસ્‍વીરમાં બકુલભાઇ દુધાગરા, જીતેશગિરી ગોસ્‍વામી અને કિરીટભાઇ મૈયડ નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:33 PM IST)