News of Saturday, 31st May 2025
રામભાઈ પાસે જાઓ તો કામ ૧૦૦% થઈ જાયઃ રામભાઈ મોકરીયાનો કાલે જન્મદિનઃ ૬૯મા વર્ષમાં પ્રવેશઃ
સેવા, શ્રમ અને સમર્પણનો સુવર્ણ સફર

રાજકોટઃ ગુજરાતના ગૌરવરૂપ, સૌરાષ્ટ્રના સપૂત અને રાજ્યસભાના લોકપ્રિય સાંસદ તથા શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સના સ્થાપક શ્રી રામભાઈ મોકરીયા ૧ જૂન, ૨૦૨૫ના રોજ તેમના જીવનના ૬૯મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ અવસરે ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશભરમાંથી તેમના મિત્રો, રાજકીય સહયોગીઓ, ઉદ્યોગજગતના મહાનુભાવો, ૨૦,૦૦૦થી વધુ કર્મચારીઓનો પરિવાર અને શુભેચ્છકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રામભાઈએ ‘‘સેવા અને શ્રમમાં જીવનનો સત્યાર્થ''ના મંત્ર સાથે જીવનની દરેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો. ૧૯૭૬માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી જાહેર જીવનની શરૂઆત કરી, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ૧૯૭૮થી ભાજપ સાથે જોડાયા. છેલ્લા ૩૧ વર્ષથી બ્રહ્મસમાજના અગ્રણી તરીકે તેઓ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત સેવા આપી રહ્યા છે.
રામભાઈના સંસદીય કાર્યકાળમાં અનેક લોકોપયોગી કામો થયા છે. તેમની ઈમાનદારી, નમ્રતા અને જવાબદારીના કારણે લોકોમાં એવી છબી છે કે ‘‘રામભાઈ પાસે જાઓ તો કામ ૧૦૦% થઈ જાય.'' તેઓ પ્રજાના કામો માટે અધિકારીઓ સમક્ષ નિખાલસ રજૂઆત કરે છે, જેનાથી તેઓ ખૂબ લોકપ્રિય બન્યા છે.
૧૯૮૫માં ‘‘શ્રી મારૂતી ટ્રાવેલ્સ અને કાર્ગો''થી શરૂ થયેલી નાની પેઢી આજે ‘‘શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ'' તરીકે દેશની અગ્રણી લોજીસ્ટીક ટેકનોલોજી કંપની બની છે. ૨૮ રાજ્યોમાં ૧૫૦ હબ અને ૩૭૦૦થી વધુ ઓફિસો સાથે, ૨૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપતી આ સંસ્થા તેમના પુત્રો શ્રી અજય મોકરીયા (મેનેજિંગ ડિરેક્ટર) અને શ્રી મૌલિક મોકરીયા (ચેરમેન)ના નેતળત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય લોજીસ્ટીક્સને ગૌરવ અપાવે છે. કંપની બંદરો, જમીન વિકાસ, હોટેલ અને આઈ.ટી. ક્ષેત્રે પણ સક્રિય છે.
રામભાઈએ ગામડાના યુવાનોને વ્યવસાયની તાલીમ આપી, તેમને છ આંકડાની આવક સાથે મેટ્રો શહેરોમાં ઉદ્યોગપતિ બનાવ્યા. તેમના સંતાનો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. સુરતના પ્લેગ, કચ્છના ભૂકંપ, કારગિલ યુદ્ધ, પુલવામા હુમલો અને કોરોના મહામારી જેવા પ્રસંગે તેમની સંસ્થાએ દેશસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.
કર્મમાં નીતિ અને મનમાં નિષ્ઠાના સિદ્ધાંત સાથે રામભાઈ ‘‘વસુધૈવ કુટુંબકમ''ને જીવે છે. બ્રહ્મસમાજે તેમને‘‘ભામાશા''નું બિરુદ આપ્યું છે. તેમની સાદગી, શ્રમ અને સેવાની યાત્રા યુવાનો માટે પ્રેરણાષાોત છે. આ જન્મદિવસે સમગ્ર મારૂતી પરિવાર, બ્રહ્મસમાજ, વ્યાપારી વર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના ઉપર મો. નંબર ૯૯૨૫૧ ૧૮૯૯૯ ઉપર હાર્દિક શુભકામનાઓ વરસી રહી છે.(૩૮.૩૯)
(2:33 PM IST)










