<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

જન્‍મ નોંધણીથી વંચિતોને નોંધણી કરી આપો : મદારી સમાજના અરજદારો

વિમુકત વિચરતી જાતિના આ લોકો અજ્ઞાનતાના કારણે જન્‍મ નોંધણી કરાવી ન શકયા હોવાનો દાવો : જન્‍મ મરણ નોંધણી અધિનિયમ હેઠળ તક આપવા અરજ

રાજકોટ તા. ૩૧ : વિમુકત વિચરતી જાતીમાં સમાવિષ્‍ટ મદારી સમાજના અનેક દિકરા દિકરીઓની જન્‍મ નોંધણી સરકારી રેકોર્ડમાં કરાવવાનું કાયદાકીય અજ્ઞાનતાના કારણે બાકી રહી ગયુ હોય વિધિસર જન્‍મ નોંધણી કરી આપવા અરજદારોએ સવિનય માંગણી કરી છે.આ અંગે દાદ માંગતી અરજી પ્રાંત અધિકારી અને સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટશ્રી રાજકોટ શહેર-૧, જુની કલેકટર કચેરી રાજકોટ સમક્ષ કરવામાં આવી છે. એડવોકેટ એ.એન. ત્રિવેદી મારફતે કરવામાં આવેલ આ અરજી મુજબ વંચિત રહી ગયેલ દિકરા દિકરીઓના જન્‍મની નોંધણી તા. ૩૧-૧૨-૨૦૨૪ના રોજ જન્‍મ-મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ ની કમલ ૧૩ (૩) મુજબ કરી આપવા માંગણી કરવામાં આવી છે.

જેમાં રજુ થયેલ નામાવલી મુજબ (૧) અરજદાર અજયનાથ સરનાથ સારસરની પુત્રી ધાગુબેન અજયનાથ સારસર જન્‍મ તા. ૧૫-૧-૧૯૯૯, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(ર) અરજદાર બહાદુરનાથ ગોરખનાથ બામણીયાના પુત્રી સોનાલીબેન ધારૂનાથ બામણીયા, જન્‍મ તા.૨૩-૪-૨૦૦૪, જન્‍મ સ્‍થળ આજી ડેમ ચોકડી.

(૩) અરજદાર ધારૂનાથ કવરનાથ સોલંકીની પુત્રી રોશનીબેન ધારૂનાથ સોલંકી, જન્‍મ તા. ૧૦-૨-૧૯૯૮, જન્‍મ સ્‍થળ આજી ડેમ ચોકડી.

(૪) અરજદાર કાળુનાથ ડંકાનાથ પઢીયારના પુત્ર આશીકનાથ કાળુનાથ પઢીયાર, જન્‍મ તા. ૩૦-૯-૨૦૧૬, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૫) અરજદાર કાળુનાથ ડંકાનાથ પઢીયારની પુત્રી પ્રિયાબેન કાળુનાથ પઢીયાર, જન્‍મ ૨૦-૭-૨૦૦૯, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૬) અરજદાર કાળુનાથ ડંકાનાથ પઢીયારના પુત્ર આંખેનાથ કાળુનાથ પઢીયાર, જન્‍મ ૩૦-૭-૨૦૧૨, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૭) અરજદાર ઇશ્વરનાથ રૂપનાથ મેરના પુત્ર દિલાવરનાથ ઇશ્વરનાથ મેર, જન્‍મ ૧૦-૮-૨૦૦૮, જન્‍મ સ્‍થળ આજી ડેમ ચોકડી.

(૮) અરજદાર ઇશ્વરનાથ રૂપનાથ મેરના પુત્ર અકાશનાથ ઇશ્વરનાથ મેર, જન્‍મ ૧૭-૩-૨૦૦૯, જન્‍મ સ્‍થળ જંગલેશ્વર.

(૯) અરજદાર ઢીંગલીબેન કેશાનાથ ભાટ્ટી પોતે, જન્‍મ ૧૦-૯-૨૦૦૫, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૦) અરજદાર રૂપાબેન મિથુભાઇ બામણીયા પોતે, જન્‍મ ૧-૧-૧૯૮૫, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૧) અરજદાર કંકુબેન બદ્રીનાથ બામણીયા પોતે, જન્‍મ ૧૨-૧૨-૨૦૦૧, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૨) અરજદાર પુજાબેન કાળુનાથ સોલંકી પોતે, જન્‍મ ૧-૧૦-૧૯૮પ, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૩) અરજદાર હીનાબેન સમાનાથ પરમાર પોતે, જન્‍મ ૧-પ-૧૯૮૯, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૪) અરજદાર જગમાળનાથ કેશાનાથ ભાટટી પોતે, જન્‍મ ૨૦-૧૦-૨૦૦૪, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૫) અરજદાર નેનુનાથ ભોપનાથ ભાટટી પોતે, જન્‍મ ૨-૧૦-૨૦૦૧, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૬)  અરજદાર રૂપાબેન વા.ઓફ જાજુનાથ સોલંકીના પુત્ર દેશનાથ જાનુનાથ, જન્‍મ ૨૮-૯-૨૦૧૦, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૧૭) અરજદાર જાજુનાથ સંજુનાથ સોલંકી પોતે, જન્‍મ ૧-૧-૧૯૬૨, જન્‍મ સ્‍થળ ઢેબર કોલોની.

(૧૮) અરજદાર સેતુબેન ધીરાનાથ સોલંકી પોતે, જન્‍મ ૧-૬-૨૦૦૧, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૧૯) અરજદાર રતનનાથ ઉડાનાથ પઢીયારની પુત્રી કાજલબેન રતનનાથ પઢીયાર, જન્‍મ ૧-૬-૧૯૮૫, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

(૨૦) અરજદાર પરમાર જીવણનાથ રામનાથ પોતે, જન્‍મ ૨-૧-૧૯૮૫, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૨૧) અરજદાર કાજલબેન વા/ઓફ ભરતનાથ રાઠોડના પુત્ર નિલેશભાઇ ભરતનાથ રાઠોડ જન્‍મ ૧૮-૬-૨૦૨૪, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૨૨) અરજદાર શાંતિબેન ભરતનાથ ભાટીની પુત્રી ભાનુબેન ડો/ઓફ ભરતભાઇ ભાટી જન્‍મ ૯-૧૧-૧૯૮૦, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૨૩) અરજદાર કંકુબેન વા/ઓફ વિશાલનાથ સોલંકીના પુત્રી શ્‍યામબેન વિશાલનાથ સોલંકી, જન્‍મ ૯-૧-૧૯૬૫, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૨૪) અરજદાર ચારકીબેન વા/ઓફ જલાનાથ સોલંકીના પુત્ર વનરાજનાથ જલાનાથ સોલંકી જન્‍મ ૬-૧-૨૦૦૮, જન્‍મ સ્‍થળ ગંજીવાડા.

(૨૫) દીવાળીબેન હીરાનાથ દેવડા પોતે, જન્‍મ ૧૧-૧૧-૨૦૦૩, જન્‍મ સ્‍થળ ૮૦ ફુટ રોડ.

આ બધા નામો કાયદાની અજ્ઞાનતાના કારણે જન્‍મ નોંધણી કરાવવામાં શરતચુકથી રહી ગયા છે. આજ સુધી તેઓએ કોઇપણ સરકારી કચેરી કે અર્ધસરકારી કચેરીમાં નોંધણી કરાવેલ નથી. જન્‍મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૯૬ કલમ ૧૩ (૩) મુજબ જન્‍મ નોંધણી કરાવવા તેમણે પ્રાંત અધિકારી અને સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ શ્રી રાજકોટ (શહેર), જુની કલેકટર કચેરી કમ્‍પાઉન્‍ડ, રાજકોટ સમક્ષ દાદ મેળવવા તેમના વકીલ શ્રી એ. એન. ત્રિવેદી મારફતે અરજી કરી માંગણી કરેલ છે. જેથી આ અંગે જો કોઇને વાંધો તકરાર હોય તો ૩૦ દિવસમાં ઉપરોકત અધિકારીશ્રીની કોર્ટ સમક્ષ રેકર્ડ અધારે વિગતો સાથે વાંધો રજુ કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ અરજી અંગેની વિગતો વર્ણવતા મદારી સમાજના લોકો   અને સાથે ભાજપ અગ્રણી વિનભાઇ ધવા નજરે પડે છે. (

(2:43 PM IST)