તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
ગાંધીગ્રામ પોલીસે સાયબર ફ્રોડમાં ગયેલા ૪.૪૫ લાખ ૧૦ મોબાઇલ અને લેપટોપ અરજદારોને પરત કર્યા

રાજકોટઃ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારાના નાણાપરત તેમજ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી અરજદરોને ‘ તેરા તુજકો અર્પણ' અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ ઝા જેસીપી મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. એસ.આર.આર.મેથાણી તથા પી. એસ.આઇ પી.જી. રોહડીયા તથા સ્ટાફે ટેકનીકલ એનાલીસીસ કરી સાયબર ફ્રોડનો ભોગ બનનારાને રૂા. ૪,૪૫,૬૬૯ ની રોકડ રકમ પરત અપાવી હતી તેમજ ગુમ થયેલા રૂા. ૧, ૫૭,૦૦૦ ની કિંમતના ૧૦ મોબાઇલ ફોન શોધી કાઢી દસ અરજદારોને મોબાઇલ અને લેપટોપ પરત કર્યા હતા. આ કામગીરી પી.આઇ.એસ. આર. મેઘાણી, પીએસઆઇ પી.જી. રોહડીયા, એ.એસ.આઇ.એસ.બી. મકરાણી, હેડ કોન્સ સી.એમ.ગોહિલ, કોન્સ હરેશભાઇ ગોહિલ તથા લોકરક્ષક રાવતભાઇ મકવાણા અને શૈલેષભાઇ ડાભી દ્વારા કરવામાં આવી હતી.
(2:49 PM IST)










