<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ફલેટ ખરીદવા મિત્ર ભાવે ઉછીના આપેલા ૩૦ લાખ રૂપીયા

કમલેશ બુસા અને રવિન્‍દ્ર બુસા ચાંઉ કરી ગયા ! : વી.પી.જવેલર્સવાળા ચેતન ધકાણની ફરીયાદ પરથી છેતરપીંડીનો ગુન્‍હો નોંધતી એ ડીવીઝન પોલીસ

રાજકોટ, તા., ૩૧ : પારસ સોસાયટીમાં રહેતા રાજકોટના વી.પી.જવેલર્સવાળા ચેતન વિનોદરાય ધકાણ (ઉ.વ.પપ, રહે. શાશ્વત એપાર્ટમેન્‍ટ  એ-વીંગ ફલેટ નં ૩૦૧ નિર્મળા રોડ રાજકોટ) એ કમલેશ બાબુભાઇ બુસા અને રવિન્‍દ્ર બાબુભાઇ બુસા નામના પાનની દુકાન ધરાવતા બે સગા ભાઇઓને ફલેટ ખરીદવા મિત્ર ભાવે આપેલા નાણા ચાંઉ કરી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે .આ ફરીયાદમાં જણાવાયું છે કે, હું ઉપર બતાવેલ સરનામે મારા પરીવાર સાથે રહુ છુ અને સોનીબ જાર ગીરીરાજ ચેમ્‍બર જુની ગધીવાડમાં વી.પી. જવેલર્સ નામની દુકાન ધરાવું છું.  કમલેશ બાબુભાઈ બુસા તથા રવિન્‍દ્ર બાબુભાઈ બુસાને હુ તેમની રાજનગર ચોક ખા તે આવેલ શીવમ પાન ખાતે અવાર નવાર બેસવા જતો હોય બન્ને ભાઈઓને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખુ છું.

આજથી આશરે પોણા ત્રણેક વર્ષ પહેલા  કમલેશ તથા રવિન્‍દ્રએ મને વાત કરેલ કે તેઓ તેમના કાકાના દીકરાઓ સાથે સંયુક્‍ત કુટુંબમા રહેતા હોય અનેહવે  તેઓને  નવો ફલેટ ખરીદવો છે માટે મને આર્થિક રીતે મદદ કરો.  એવી વાત કરતા અમાશ વચ્‍ચે નાણાકીય લેવડ-દેવડનો વ્‍યવહાર પણ સારી રીતે ચાલતો હોય મેં એક મહિનામાં નાણા પરત કરવાની શરતે બંને ભાઇઓન રૂ.૩૦,૦૦,૦૦૦/- ની મ દદ કરવાની હા પાડી હતી.  ત્‍યારે મેં કમલેશના ખાતામાં નાણા ટ્રાન્‍સફર કરવાનું કહેતા તેણે મારા ખાતામાં થોડો પ્રોબ્‍લેમ ચાલે છે. તમે મારા નાનાભાઈ રવિન્‍દ્રના ખાતામાં નાણા ટ્રાન્‍સફર કરી આપજો  તેમ જણાવેલ. જેથીે મે રવિન્‍દ્ર સાથે વાત કરતા તેણે કહેલ કે હું તમને મારી બેંકનો બેન્‍ક એકાઉન્‍ટ નંબર આપુ છુ તેમા તમે રૂ.૩૦,૦૦,૦૦૦/- ટ્રાન્‍સફર કરી આપજો. ત્‍યાર બાદ  તા. ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ મે મારી વી.પી.જવેલર્સ પેઢીનું એકાઉન્‍ટ ભુપેન્‍દ્ર રોડ એક્‍સિસ બેંક મા હોય તે પેઢીના એકાઉન્‍ટ નં. ૯૧૦૦૨૦૦૧૦૦૩૦૬૦૬ માથી રૂ.૨૯,૯૮,૦૦૦/- રવિન્‍દ્ર બુસાના એસ.બી.આઇ. બે કના બેંક એકાઉન્‍ટ નં. ૨૦૧૩૧૯૩૧૫૬૬ મા આર.ટી.જી.એસ. થી ટ્રાન્‍સફર કરી આપેલ. આ રૂપીયા આપ્‍યાના એક મહીના બાદ રવિન્‍દ્ર તથા કમલેશ પાસેથી મે આપેલ રૂપીયા પરત માંગતા તેઓએ મને કહેલ કે હાલ રૂપીયાની સગવડ નથી અમે તમને એક વર્ષમા તમારા રૂપીયા પરત આપી દઈશું, તેવી વાત કરતા મે આ બન્ને ભાઈઓ પર વિશ્વાસ રાખી મેં આપેલ રૂપિયા પરત માંગ્‍યા ન હતા.  ત્‍યારબાદ મારે ધંધાના કામથી આઉટ ઓફ કન્‍ટ્રી રહેવાનુ થતુ હોય  દોઢેક વર્ષ બાદ મે મારા રૂપિયા પરત માંગતા આ બન્ને ભાઈઓ  અવાર નવાર નવી મુદ્દતો આપી ફરી જતા.  જેથી મે મારા લીગલ એડવોકેટ દ્વારા આ બન્ને ભાઇઓને લીગલ નોટીસ મોકલાવેલ પરંતુ  આ નોટીસનો કોઈ જવાબ તેમણે આપેલ નહી. ત્‍યાર પછી પણ મેં બંનેનો  સંપર્ક કરી અવાર નવાર ઉછીના આપેલ  મારા રૂપીયાની માંગણી કરવા છતા આ બન્ને ભાઈઓએ આજદીન સુધી મને મારા રૂ.૨૯,૯૮,૦૦૦/- પરત ન આપી ઓળવી જઈ મારી સાથે વિશ્વાસઘાત કરેલ હોય જેથી આ બન્ને ભાઇઓ વિ રુધ્‍ધ ધોરણસર  કાર્યવાહી કરવા માંગણી કરી છે.

 ઉપરોકત ફરીયાદ અંગે પોલીસે રાજનગર ચોકમાં શિવમ પાન નામની દુકાન ધરાવતા કમલેશ બાબુભાઇ બુસા અને રવિન્‍દ્ર બાબુભાઇ બુસા નામના બંને ભાઇઓ સામે બીએનએસ કલમ ૩૧૬/૨ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુન્‍હો નોંધ્‍યો છે. વધુ તપાસ એ ડીવીઝનના પીએસઆઇ  એમ.આર.મકવાણા ચલાવી રહયા છે.

(3:08 PM IST)