<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કટારીયા ચોકડી બ્રિજના કામ માટે પાંચ ડાયવર્ઝન

દૈનિક પરિવહન સેવાઓને અસર કર્યા વિના ટ્રાફીક ડાયર્વટ, પાઇપ લાઇન, ડ્રેનેજ સહિતની કામગીરી ૮૦ ટકા પુર્ણઃ તંત્રનો દાવો : મ્‍યુનિ. કમિશ્નર તુષાર સુમેરાની સ્‍થળ મુલાકાત : સમય મર્યાદામાં કામ પુર્ણ કરવા અધિકારીઓને સુચના

રાજકોટ, તા. ૩૧: શહેરના કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે  મનપા દ્વારા બનાવવામાં આવનાર ૩-લેયર મલ્‍ટીલેયર ફ્‌લાયઓવર બ્રિજની કામગીરી ડાયવર્ઝન રૂટમાં અંદાજે ૮૦%થી વધુ કાર્ય પૂર્ણ થયેલ છે. લોકોની દૈનિક પરિવહન સેવાઓને અસર કર્યા વિના કટારીયા મલ્‍ટીલેયર બ્રિજની કામગીરીમાં ટ્રાફિક ડાયવર્ઝન, ડ્રેનેજ પાઇપલાઇન, યુટિલિટી ડક્‍ટ, સ્‍ટ્રોમ વોટર પાઇપલાઇન, અંડરગ્રાઉન્‍ડ યુટિલિટીઝ વગેરેની કામગીરી પુરઝોશમાં હોવાનો તંત્ર વાહકો દાવો કરી રહ્યા છે. આજે બપોરે  મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ મુલાકાત લઇ કામગીરીનું નીરીક્ષણ કર્યુ હતું.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે ૩-લેયર મલ્‍ટીલેયર ફ્‌લાયઓવર બ્રિજની ચાલતી કામગીરીની રૂબરૂ સ્‍થળની મુલાકાત કરી હતી. કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવવાનું કામ એક પડકારરૂપ છે. તેની સામે મહાનગરપાલિકા દ્વારા માત્ર એક મહિનામાં ડાયવર્ઝન રૂટ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

 કાલાવડ રોડ પર કટારીયા ચોક પર ફલાય ઓવર બ્રીજ અને ૧૫૦ ફુટ રીંગ રોડ-ર પર અન્‍ડરપાસ બનાવવાનાં કામે તાઃ-૨૬ ના વર્ક ઓર્ડરથી કામ શરુ કરવામાં આવેલ. જે ૩૦ માસ (ચોમાસા ઋતુ સહીત)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

છેલ્લા એક મહિનાની અંદર આ પ્રોજેકટમાં ટ્રાફિક ડાયવર્ઝનનું આગોતરું આયોજન કરી કાલાવડ રોડ તેમજ રીંગ રોડ-૨ ૪૫.૦૦ મીટરના સર્વિસ રોડ બનાવવાની કામગીરી માટે અન્‍ડર ગ્રાઉન્‍ડ યુટીલીટીઝ જેવી કે, સ્‍ટોર્મ વોટર પાઇપ લાઇન અંદાજે ૧૨૦૦ રનીંગ મીટર, યુટીલીટી ડકટ અંદાજે ૧૦૦૦ રનીંગ મીટર, પાણીની ડી.આઇ. પાઇપ લાઇન અંદાજે ૧૧૦૦ રનીંગ મીટર, ડ્રેનેજ પાઇપ લાઇન અંદાજે ૯૦૦ રનીંગ મીટર વિગેરે કામગીરી કરવામાં આવેલ છે.

 દૈનિક હજારોની સંખ્‍યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂટ ડાયવર્ઝનની કામગીરીમાં છેલ્લા એક મહિનામાં અંદાજે ૮૦%જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. બ્રિજના પિઅરની કામગીરી શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકશે.   

 કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવવા માટે ખોદાણ કામ શરૂ કરતા પહેલા આ રસ્‍તાની ટ્રાફિક વ્‍યવસ્‍થા સુવ્‍યવસ્‍થિત રીતે જળવાઇ રહે તે હેતુસર ડાયવર્ઝન રોડની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેનો ડાયવર્ઝન રૂટ નીચે મુજબ રહેશે.

 કટારીયા ચોકડી બ્રિજ ડાયવર્ઝન રૂટ

  રાજકોટ : શહેર થી કાલાવડ તરફ જવા માટેઃ- (૯૦૦ મીટર પહોળાઈ - ૧૮.૦૦ મીટર): કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ થી ધ વાઇબવાળા રસ્‍તા થી ૧૫૦ ફુટ રીંગ-ર થઇ પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ થી જીનીયશ સ્‍કુરલવાળા રસ્‍તા થી કાલાવડ રોડ.

   કાલાવડ થી રાજકોટ શહેર તરફ જવા માટેઃ- ( લંબાઈ - ૧૨૦૦.૦૦ મીટર પહોળાઈ - ૧૮.૦૦ મીટર): કાલાવડ રોડ થી કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્‍તાર થી કોનપ્‍લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડ તરફ.

   ૧૫૦ ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટેઃ- (લંબાઈ - ૧૧૫૦ મીટર પહોળાઈ - ૧૮.૦૦ મીટર): એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ થી જીનીયશ સ્‍કુલ થી કાલાવડ રોડ થી કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્‍તા થી કોનપ્‍લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર.

 ૧૫૦ ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટેઃ- (લંબાઈ-૬૫૦.૦૦ મીટર પહોળાઈ-૧૮.૦૦ મીટર)

૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ  ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર.

 ૧૫૦ ફુટ રીંગ રોડ-ર જામનગર રોડ થી કાલાવડ રોડ થી ૧૫૦ ફુટ રીંગ રોડ-ર ગોંડલ રોડ તરફ (લંબાઈ - ૧૬૦૦.૦૦ મીટર પહોળાઈ મીટર ૨૪.૦૦ મીટર)

(આવવા તથા જવા માટે) - (ભારે તથા ઇન્‍ડસ્‍ટ્રીયલ વાહન માટે) ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થી રત્‍નવિલાસ પેલેસવાળા રસ્‍તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂ તળાવ ર૪.૦૦ મીટરવાળા રસ્‍તે થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર.

(3:43 PM IST)