<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ગોંડલ ભાજપના નેતાઓને બદનામ કરવાના કાવત્રામાં મુખ્‍ય સુત્રધાર તરીકે નિખીલ દોંગાનું નામ ખુલ્‍યું

કુખ્‍યાત નિખિલ દોંગા પિયુષ રાદડીયાને વચ્‍ચે રાખી યુટયુબર બન્ની ગજેરા પાસે વિડીયો બનાવતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો નિખીલ દોંગા ગુજસીટોકના ગુન્‍હામાં જામીન પર છુટયા બાદ તેનું સરનામું પોલીસ મથકે આપ્‍યું ન હોય, કોર્ટના શરતભંગ બદલ તેના જામીન રદ કરવા પોલીસે કોર્ટમાં રીપોર્ટ કર્યો છે : બન્ની વિરૂધ્‍ધ નોંધાયેલ ગુન્‍હામાં મુખ્‍ય સુત્રધાર તરીકે નિખીલ દોંગાનું નામ ખુલ્‍યું છે : રૂરલ એસ.પી. હિમકરસિંહે માધ્‍યમોને જણાવ્‍યું

 

રાજકોટ, તા., ૩૧: ગોંડલ ભાજપના તથા પાટીદાર નેતાઓના વિડીયો બનાવી  બદનામ કરી બલેકમેઇલ કરનાર યુટયુબર  બન્ની ગજેરા વિરૂધ્‍ધ જીલ્લા પોલીસમાં અલગ-અલગ ૬ ગુન્‍હાઓ નોંધાયા બાદ પોલીસ તપાસમાં યુટયુબર બન્ની ગજેરાને આ વિડીયો બનાવવામાં કુખ્‍યાત  નિખીલ દોંગા મદદગારી કરતો હોવાનું અને તે મુખ્‍ય સુત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્‍ફોટ થયો છે. તેમજ  ગુજસીટોકના ગુન્‍હામાં આરોપી નિખિલ દોંગાને જામીન મળ્‍યા બાદ હાલ તે કયાં રહે છે? તે સરનામું પોલીસ મથકને ન આપતા કોર્ટના જામીન હુકમના શરત ભંગ સબબ તેના જામીન રદ કરવા કોર્ટમાં પોલીસે રીપોર્ટ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંંડલ ભાજપના તથા પાટીદાર આગેવાનોને બદનામ કરી બ્‍લેક મેઇલ કરવાના વિડીયો વાયરલ કરનાર  યુટયુબર બન્ની ગજેરા સામે ગોંૅડલ તાલુકા પોલીસ મથક સહિતના અલગ -અલગ પોલીસ મથકોમાં ૬ ગુન્‍હાઓ નોંધાયા હતા. પોલીસ તપાસમાં યુટયુબર બન્નીને પિયુષ રાદડીયા નામનો શખ્‍સ આ વિડીયો બનાવવામાં મદદગારી કરતો હોવાનું ખુલતા પિયુષ રાદડીયાની પણ ધરપકડ કરાઇ હતી.

દરમ્‍યાન યુટયુબર  બન્ની ગજેરા સામે નોંધાયેલ  અલગ અલગ અલગ ૬ ગુન્‍હાઓની તપાસમાં યુટયુબર બન્ની ગજેરાએ બનાવેલા વિડીયો વાયરલ કરવાના કાવત્રામાં મુખ્‍ય સુત્રધાર તરીકે ગુજસીટોકના ગુન્‍હામાં હાલ જામીન પર છુટેલ અને સુરત રહેતા કુખ્‍યાત નિખીલ દોંગા હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ કુખ્‍યાત નિખિલ દોંગા પિયુષ રાદડીયાને વચ્‍ચે રાખી યુટયુબર બન્ની ગજેરા પાસે ગોંડલ ભાજપના અને પાટીદાર સમાજના આગેવાનોને બદનામ કરતા વિડીયો વાયરલ કરતો હતો અને તે માટે બન્ની ગજેરાને આર્થીક મદદ કરતો હતો.

રૂરલ એસપી હિમકરસિંહે માધ્‍યમોને જણાવ્‍યું હતું કે, ગોંડલ ભાજપના અને પાટીદાર સમાજના આગેવાનોને બદનામ કરી બ્‍લેક મેઇલ કરવાના યુટયુબર બન્ની ગજેરાના કાવત્રામાં મુખ્‍ય સુત્રધાર તરીકે નિખીલ દોંગાનું નામ ખુલતા  તેની શોધખોળ હાથ ધરાઇ છે તેમજ હાલ ગુજસીટોકના ગુન્‍હામાં જામીન ઉપર છુટેલ  નિખીલે હાલ પોતે કયાં રહે છે તે સરનામુ઼ પોલીસ મથકે આપેલ ન હોય ર્કોર્ટના જામીન હુકમના શરતભંગ સબબ તેના જામીન રદ કરવા પોલીસે રીપોર્ટ કર્યો છે.

(4:01 PM IST)