તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 31st May 2025
આજીડેમ ચોકડી પાસે ચોરાઉ મોબાઇલ દડુ વાઘેલા સાથે પકડાયો
થોરાળા પોલીસના એ.એસ.આઇ. એમ.એ. સોલંકી, હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ કુંચાલા અને કોન્સ. અજયભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા.૩૧: આજીડેમ ચોકડી પાસે થોરાળા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની થોરાળા પોલીસના એ.એસ.આઇ. એમ.એ. સોલંકી, હેડકોન્સ. ધર્મેન્દ્રભાઇ કુંચાલા અને કોન્સ.અજયભાઇ ચાવડાને બાતમી મળતા આજીડેમ ચોકડી પાસેથી દડુ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) (રહે.આજીડેમ ચોકડી પાસે)ને ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો.
આ કામગીરી પી.આઇ. જી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.પી. રતન, એ.એસ.આઇ. એમ.એ. સોલંકી, હેડકોન્સ. રમેશભાઇ કુંચાલા, અશોકભાઇ ભાલીયા, કોન્સ.હરપાલસિંહ વાઘેલા, ઇમરાનભાઇ ચુડાસમા, અક્ષયભાઇ ચાવડા, ગોકુલભાઇ મકવાણા, ગભરૂભાઇ તથા નિતીનભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:53 PM IST)










