<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

પટેલ ચોક પાસે ફલેટમાં મહિલા સંચાલીત

જુગારધામ પર દરોડોઃ મહિલાઓ સહિત છ પકડાયા ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ રૂા. ૧૩ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૩૧: પટેલ ચોક નાગેશ્‍વર પાસે સુમતિ સાનીધ્‍ય એપાર્ટમેન્‍ટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પટેલ ચોક પાસે સુમતિ સાનીધ્‍ય એપાર્ટમેન્‍ટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. એસ. મકરાણી તથા કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર સહિતના સ્‍ટાફે સુમતી સાનીધ્‍ય એપાર્ટમેન્‍ટમાં ફલેટમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક જયશ્રીબેન હિંમતભાઇ સોની તથા કાલાવડ રોડ પર ક્રિષ્‍ના પાર્કના મીનાબા હરીશચંદ્રસિંહ પરમાર, હુડકો ચોકડી ગોકુલ પાર્ક ગેઇટ સામે શેરી નં. ૮ના મનીષાબેન જીતભાઇ વાસાણી, નાનામવા મેઇન રોડ શ્‍યામનગરના સોનલબા મહિપતસિંહ ડાભી, સાધુવાસવાણી કુંજ રોડ આસ્‍થા ચોક પાસે રહેતા ભાવના દિનેશભાઇ પીઠડીયા અને મવડી રોડ અમરનગર-૧ના વિવેક હરેશભાઇ દેથડીયાને પકડી લઇ રૂા. ૧૩,૦૮૦ની રોકડ સહિત મતા કબ્‍જે કરી હતી

(4:05 PM IST)