તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
ઢેબર કોલોની પાસે પ્રેમી પંખીડાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસઃ પ્રેમીને ધોકાવ્યો
વડોદરાનો ઉત્સવ વસાવા તડીપાર થઇ સહી સગાના ઘરે રહેતો'તોઃ બંને સારવારમા

રાજકોટ તા.૩૧: ઢેબર કોલોની પાસે આવેલા બગીચા પાસે સગીર અને યુવાને પરિવાર એક નહીં થવા દે તે બીકે ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ પારેવડી ચોકમાં આવેલા ગીતા એપાર્ટમેન્ટમાં સગાના ઘરે રહેતો વડોદરા નો ઉત્સવ લાલજીભાઈ વસાવા ઉંમર (વર્ષ.૨૫) અને ઢેબર રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ ઢેબર રોડ નજીક આવેલા બગીચા પાસે સજોડે ઝેરી દવા પી લીધી હતી. સગીરાના સગા સંબંધીઓને બનાવની જાણ થતા તેણે તુરંત જ સ્થળ પર પહોંચી યુવાનને જાહેરમાં ફટકારીઓ હતો બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ એસ.એચ ગોહિલ તથા રાઇટર અમીનભાઇએ હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને પરિવારજનો એક નહીં થવા દેતે બીકે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે ઉત્સવ મૂળ વડોદરા નો વતની છે ત્યાં તેને તડીપાર કરતા તે રાજકોટમાં સંબંધીના ઘરે રહેતો હતો તેના પર અગાઉ ત્રણથી ચાર ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(4:15 PM IST)










