<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

વિરાણી હાઇસ્‍કુલ જમીન મામલોઃ સંચાલકોએ કોમર્શિયલ એકટીવીટી કરી ફૂડ-ઝોન

ઉભુ કર્યુ છે : ૧પ થી ર૦ દુકાનો : ત્રણ બોકસ ક્રિકેટનું ભાડુ મહિને ૧પ લાખ લેવાય છે ઉભી કરાયેલ દુકાનો પાસેથી રોકડમાં ભાડુ લેવાય છે : ભાડાની પહોંચ આપવામાં આવતી નથી !! કલેકટરને ઓડીયો -વિડીયો રેકોર્ડીંગ પણ મોકલ્‍યાઃ બોકસ ક્રિકેટમાં કલાકના ૧૪૦૦ વસુલ કરાય છે ખાણી-પીણીની કેબીન રાખી ધંધો કરે છે તેની પાસેથી ભાડુ વસુલવામાં આવે છે : બજાર મુલ્‍યે આકારણી કરી ટ્રસ્‍ટીઓ પાસેથી અંગત વસુલાત કરવા માંગણી : જમીનનો દૂર ઉપયોગઃ તાકિદે શરતભંગ કરોઃ વિરાણી મેદાન બચાવો સમિતિના અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરષોતમભાઇ પીપરીયા તથા આગેવાનોનો કલેકટરને વિસ્‍તૃત પત્ર- આવેદન

રાજકોટ, તા. ૩૧: વિરાણી હાઇસ્‍કુલનું મેદાન બાચાવો સમિતિના અગ્રણી અને કાયદેઆઝમ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રી પુરૂષોતમભાઇ પીપરીયા અને અન્‍યોએ કલેકટરને આજે વિસ્‍તૃત પત્ર-આવેદન પત્ર વિરાણી સ્‍કુલને સરકાર દ્વારા આપવામાં આવેલ શરતભંગ બાબતે રજુઆત કરી હતી.

પત્ર આવેદનમાં ઉમેર્યુ છે કે, ફક્‍ત વિરાણી સ્‍કુલનો શૈક્ષણિક હેતુસર સરકારે ફાળવેલ ૪૯૭૨૦ ચો. વાર જમીન કે ( જેની કીંમત બજાર ભાવે આશરે ૧૦૦૦ કરોડ થી વધુ આંકી શકાય તેવી કીંમતી જમીન ને વિરાણી, ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટીઓએ સરકારી રેકર્ડમાં ખોટા ફેરફાર કરાવી સરકારી નવી શરતની જમીનને રેવન્‍યુ રેકર્ડમાં જૂની શરતમાં પરિવર્તિત કરવા માટે ખોટા કથનો અને રેકર્ડ ઉભું કરી રેવન્‍યુ રેકર્ડમાં ખાનગી માલિકીની જમીન ગણાવી નોંધ કરેલી છે.

રેવન્‍યુ રેકર્ડમાં ખોટા કથનો અને રેકર્ડ ઉભા કરી ગેરમાર્ગે દોરનારી નોંધો દાખલ કરી ને સદરહુ જમીન પૈકી અમુક હિસ્‍સો વેચવા કાઢેલ ત્‍યારે પેપર નોટીસ આવતા વિરાણી હાઇસ્‍કૂલના ભૂતપૂર્વ વિધાર્થીઓએ આપની કચેરીમાં રજૂઆત કરી જમીન સરકારી માલિકીની હોવાના આધાર પુરાવા સાથે અરજી આપેલ અને યોગ્‍ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ. અમોએ કરેલ અરજી અન્‍વયે નાયબ કલેકટરે ફેરફાર નોંધો રીવીઝનમાં લઇ તેની સત્તાપ્રકાર આપતો હુકમ કરેલ છે.

પત્ર-આવેદનમાં વધુમાં ઉમેરાયું છે કે, ઉપરોક્‍ત જમીન અન્‍વયે સરકારે વિરાણી સ્‍કુલ ના શૈક્ષણિક હેતુ માટે સાથણી થી આપેલ જમીન મા વિરાણી સ્‍કુલ ના સંચાલકો એ કોમર્શિયલ એકટીવીટી કરી ફૂડ-ઝોન ઉભું કરેલ છે. તેમાં આશરે ૧૫ થી ૨૦ જેટલી દુકાનો છે. દરેક દુકાનદારો પાસે થી રોકડ મા ભાડુ લેવા માં આવે છે. અને તે ભાડા અંગે પહોચ આપવા મા આવતી નથી. તે જ રીતે બોક્‍સ ક્રિકેટ બાબતે પણ અલગ થી કોન્‍ટ્રાક્‍ટ કરાયેલ છે. તેમાં પણ ક્રિકેટ રમવા આવનાર લોકો પાસે કોન્‍ટ્રાક્‍ટર કે ટ્રસ્‍ટ ના સંચાલકો લાખો રૂપિયા વસુલ કરે છે. અને તે વસુલ અંગે ની પહોચ પણ આપતા નથી. આ સાથે જોડેલ ઓડીયો અને વિડીયો રેકોર્ડીંગ તા.૨૫/૦૫/૨૦૨૫ ના રોજ લેવા મા આવેલ છે. તેના ઉપર થી સ્‍પષ્ટ થાય છે કે અમે ઉપર જણાવ્‍યા મુજબ ફૂડ-ઝોન ની દુકાન પાસે ભાડુ લેવાય છે અને બોક્‍સ ક્રિકેટની ફી પણ રાજકોટના રહેવાશી કે બહારથી રમવા આવતા લોકો પાસેથી વસુલ લેવા માં આવે છે.

ઉપરોકત જમીનમાં વિરાણી સ્‍કુલના સંચાલકો બોકસ ક્રિકેટ રમવા આવનાર લોકો પાસેથી એક કલાકના ૧૪૦૦ રૂપિયા વસુલ કરે છે. આશરે ૧૨ કલાક ઉપરાંતના સમય સુધી બોકસ ક્રિકેટ ચાલુ હોય છે, તેવા ત્રણ બોકસ ક્રિકેટ ચાલે છે. તેની ગણત્રી કરીએ તો એક માસના આશરે રૂા.૧૫,૧૨,૦૦૦/- અંકે રૂપિયા પંદર લાખ બાર હજાર પુરા થાય છે. આ બધુ આશરે બે વર્ષથી ચાલુ છે, તે રકમ સરકારે જાહેર હિત ખાતર વસુલવી જોઇએ.

તેમજ જે લોકો ખાણી-પીણીની કેબીન રાખીને ધંધો કરે છે તેની પાસેથી પણ ભાડુ ઉઘરાવવામાં આવેલ છે, તેની બજાર મૂલ્‍યે આકારણી કરી સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ પાસેથી અંગત વસુલાત કરવી જોઈએ.

તેમજ બાળકો માટે આશરે બે નાના બોકસ ક્રિકેટ પણ ઉભા કરવામાં આવેલ છે તે જગ્‍યાનુ પણ બજાર કિંમતે ભાડાની આકારણી કરી સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ પાસેથી અંગત વસુલાત કરવી જોઇએ.

આ સરકારી જમીન નો ટ્રસ્‍ટી અને સંચાલકો દૂર ઉપયોગ કરી રહેલ છે. જેથી મારી-અમારી વિનંતી કે આ અંગે શરતભંગ ના પગલાં લેવામાં આવે.

(4:12 PM IST)