<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

રાજકોટ શહેરમાં વિસ્તારમાં આવેલ ભયગ્રસ્ત તેમજ જર્જરીત ઇમારતો ચોમાસા પહેલા ભયમુકત કરવા અનુરોધ

રાજકોટ શહેરમાં ઘણી ઇમારતો ખૂબજ જુનવાણી અને ભયગ્રસ્ત હાલતમાં હોય, આ ઇમારતોને જાહેર જનતાનાં હિતાર્થે ભયમુકત કરવી જરૂરી જણાય છે. રાજકોટ શહેરમાં ભયગ્રસ્ત જણાયેલ ઇમારતોનું વ્યક્તિગત મુલાકાત લઇ ભયગ્રસ્ત ભાગ દૂર કરવા અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેખીત તથા મૌખિક સુચના આપી ભયગ્રસ્ત ભાગ દૂર કરવા જણાવવામાં આવેલ છે. તેમ છતાં ભયગ્રસ્ત મિલ્કત ધારકો/ માલિક / ભાડુઆત / કબજેદારો દ્વારા ભયમુકત કરવામાં ઢિલાસ દાખવામાં આવી રહેલ છે. 

  રાજકોટ શહેરમાં તમામ ભયગ્રસ્ત મિલ્કતની વ્યક્તિગત મુલાકત લેવામાં સમય લાગે તેમ હોય, જેથી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા તમામ મિલ્કત ધારકો/ માલિક / ભાડુઆત / કબજેદારો દ્વારા જાહેર જનતાનાં હિતાર્થે ભયગ્રસ્ત ભાગ ભયમુકત / નિર્ભય કરવો ખૂબજ જરૂરી હોય, જરૂર જણાયે કોર્પોરેશન માન્ય સ્ટ્રકચર એન્જીનીયરની સલાહ અનુસાર ભયગ્રસ્ત ભાગ દૂર કરવો કે સ્ટ્રેન્થનીંગ કરવાની કાર્યવાહી કરવી. જેની જાહેર જનતાનાં હિતાર્થે મિલ્કત ધારકો/ માલિક / ભાડુઆત / કબજેદારો દ્વારા ખાસ નોંધ લેવી તેમ જણાવાયું છે .      

 

(7:21 PM IST)