<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજકોટ શહેર-જીલ્લામાં E-KYC ની કામગીરી ૮૩% પૂર્ણઃ બાકી હોય તેને તાકિદઃ DSOની અપીલ

 

રાજકોટ તા.૨: રાષ્‍ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓએ સત્‍વરે ઈ-કેવાયસી કરાવવાનું રહેશે.   ‘‘પ્ર્રઘાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના'' હેઠળ રાષ્‍ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને

વિના-મૂલ્‍યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારકટીબધ્‍ધ છે. આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્‍યાર સુધીમાં ૮૩ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYCપૂર્ણ કરેલ છે.

રાષ્‍ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો તેમનું e-KYC બાકી હોય તો ત્‍વરીત e-KYC કરાવી લેવું અને નજીકની વ્‍યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું.

આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવા અને સત્‍વરે કેવાયસી કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(2:20 PM IST)