<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ગવલીવાડમાં જલારામબાપાના મંદિર પાસે ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં ભંગાણઃ ફુવારા ઉડયા : જુઓ વિડિઓ

વોંકળામાં ખોદકામ દરમિયાન ઘટનાઃ ગેસ અને વીજ પૂરવઠો બંધ કરાયો

 

 

રાજકોટ તા.૨: આજે સવારે ૧૧થી૧૧ાા ની વચ્‍ચે ગવલીવાડમાં જલારામબાપાના મંદિર પાસે ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ થતા દોડધામ મચી થઇ હતી. જલારામબાપાના મંદિર પાસે કોર્પોરેશન દ્વારા વોંકળામાં સંદર્ભે ખોદકામ ચાલુ છે, આ દરમિયાન વોંકળામાં ગેસની પાઇપની પાઇપલાઇનમાં ભંગાણ થતા ૮થી૧૦ ફુટના ગેસના ફુવારા ઉડયા હતા. લોકોમાં નાસભાગ મચી થઇ હતી. તાબડતોડ ગુજરાત ગેસને જાણ કરાઇ હતી. તેમની ટીમ આવી ગઇ હતી. આ દરમિયાન વીજતંત્રને જાણ કરાતા અધીકારીઓ દોડી ગયા હતા અને વીજ તંત્રને જાણ કરાતા અધીકારીઓ દોડી ગયા હતા અને વીજ પૂરવઠો બંધ કરાયો હતો. ગેસનો પૂરવઠો પણ બંધ કરી દેવાયો હતો બપોરે ૨ વાગ્‍યે મળતા અહેવાલો મુજબ ગેસની પાઇપ લાઇનનું ભંગાણ રીપેર કરી લેવાયુ છે. અને ગેસ અને વીજ પૂરવઠો ફરી શરૂ કરાયો છે.

(4:17 PM IST)