તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd June 2025
અમરત્વ કી ઔર ... બદલાયેલ જીવનશૈલી મદદ કરી શકે છે

‘અંધકાર યુગ' ૫મી થી ૧૪મી સદીની વચ્ચે હતો, જે ૯૦૦ વર્ષ સુધી ચાલ્યો હતો. તેને ‘અંધકાર યુગ' કહેવામાં આવે છે કારણ કે ઘણા લોકો સૂચવે છે કે આ સમયગાળામાં વૈજ્ઞાનિક અને સાંસ્કળતિક પ્રગતિ ઓછી હતી. અંધકાર યુગની તુલનામાં, હવે માનવ આયુષ્ય લગભગ બમણું થઈ ગયું છે. આ આયુષ્ય સારી આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા, સ્વસ્થ જીવનશૈલી, આહાર તથા સુધારેલી તબીબી સંભાળને કારણે છે. આપણી પાસે એન્ટિબાયોટિક્સ અને રસીઓ, સ્વચ્છ પાણી, પુષ્કળ અને વધુ પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા છે. નિયમિત કસરત અને સ્માર્ટ જીવનશૈલી આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે અને પરિણામે આપણે લાંબુ જીવીએ છીએ. આપણાં શરીરના ઇમ્યૂન સિસ્ટમની કર્યા પ્રણાલીની સમજણ છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વિકસી છે અને પરિણામે આપણે હવે મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવીને ચેપને ફેલાતો અટકાવી સકીએ છે.
જન્મથી મળત્યુ સુધી આપણને જીવન જીવવા માટે ૪ સૌથી જરૂરી વસ્તુઓની જરૂર હોય છે
૧. શ્વાસમાં હવા,
૨. પીવા માટે પાણી,
૩. ખાવા માટે ખોરાક અને
૪. થાકમાંથી બહાર આવવા માટે ઊંઘ
આપણે ૬ લિટરથી થોડી વધુ હવા પ્રતિ મિનિટ શ્વાસમાં લઈએ છીએ. જીવન માટે ઓક્સિજન જરૂરી છે. સામાન્ય હવામાં ૨૧ ટકા ઓક્સિજન હોય છે. શ્વાસ ધ્વારા શરીરમાં પ્રવેશતા ઓક્સિજન લોહીમાં થઈને આપણી પેશીઓ અને અવયવોના કાર્યમાં યોગ્ય મદદ કરે છે. આપણે તાજી હવામાં શ્વાસ લઈને ઓક્સિજન મેળવીએ છીએ, અને આપણે ઉત્સર્જિત હવા દ્વારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ છીએ.
પૂરતું પાણી પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, જોકે, ટૂંકા ગાળામાં વધુ પડતું પાણી પીવાથી નુકશાન પણ થઈ શકે છે. યોગ્ય ચયાપચય માટે, સામાન્ય માનવ શરીરને દરરોજ લગભગ બે લિટર પાણીની જરૂર પડે છે. આપણે જે પાણી પીએ છીએ તે રંગહીન અને સ્વચ્છ હોવું જોઈએ, કોઈપણ પ્રકારની ગંધ કે ગંધથી મુક્ત હોવું જોઈએ. માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી હોય એવા ઓગળેલા ક્ષારની થોડી અથવા જરૂરી માત્રા હોવી જોઈએ. આ તત્વો પાણીને થોડો સ્વાદ પણ આપે છે અને ઓક્સિજન જેવા ઓગળેલા વાયુઓ આપણે તાજગી પણ આપે છે. ઘણા લોકો માને છે કે આયુષ્ય મોટાભાગે આનુવંશિકતા દ્વારા નક્કી થાય છે. હા, તે સાચું છે. પરંતુ ખોરાક અને જીવનશૈલી જેવા પર્યાવરણીય પરિબળો ચાવીઓ છે. પૌષ્ટિક આહાર લેવાથી અને નિયમિત કસરત કરવાથી તમારું આયુષ્ય વધી શકે છે. જોકે, વધુ પડતું ખાવાથી અને દારૂ પીવાથી, આયુષ્ય ઘટી પણ શકે છે.
સુધારેલ ખોરાક અને પોષણ
વનસ્પતિ આધારિત આહાર સતત સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. ફળો અને શાકભાજી, આખું અનાજ વગેરે આહાર દીર્ધ આયુષ્યમાં મદદ કરે છે. માછલી, મર્યાદિત માંસ અને વનસ્પતિ આધારિત આહાર તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપવામાં મદદ કરે છે. સ્વસ્થ ખાવાથી હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ અને સ્થૂળતા અટકાવવામાં પણ મદદ મળી શકે છે. હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ અને સ્થૂળતા- આ બધા અકાળે મળત્યુના ઊંચા જોખમ સાથે સંકળાયેલા છે. પરંતુ જો તમે પહેલાથી જ આમાંથી કોઈ એક સ્થિતિથી પીડાતા હોવ તો પણ, સ્વસ્થ આહાર ખાવાથી તમારા જીવનની ગુણવત્તા અને આયુષ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
છેલ્લા ૨૦૦ વર્ષોમાં માનવ આયુષ્ય આસમાને પહોંચ્યું છે, અને ભવિષ્યમાં પણ તે વધવાની શકયતા છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે, તેમ તેમ આપણે આપણા શરીરના વધુ રહસ્યો અને તે કેવી રીતે કાર્ય કરે છે તે ઉજાગર કરતા રહીશું, જેના પરિણામે એકંદર આરોગ્ય અને રોગ નિવારણમાં વધુ સુધારાઓ થશે.
પુષ્કળ વનસ્પતિ જન્ય ખોરાક ખાઓ
ફળો, શાકભાજી, બદામ, નટ્સ, આખા અનાજ અને કઠોળ જેવા વિવિધ પ્રકારના વનસ્પતિક ખોરાકનું સેવન કરવાથી રોગનું જોખમ ઘટી શકે છે અને આયુષ્ય વધે છે. ઉદાહરણ તરીકે, ઘણા અભ્યાસો વનસ્પતિ-સમળદ્ધ આહારને અકાળ મળત્યુના ઓછા જોખમ તેમજ કેન્સર, મેટાબોલિક સિન્ડ્રોમ, હૃદય રોગ, હતાશા અને મગજના બગાડના ઘટાડા સાથે જોડે છે.
આ અસરો વનસ્પતિ ખોરાકમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટોને આભારી છે, જેમાં પોલિફેનોલ્સ, કેરોટીનોઇડ્સ, ફોલેટ અને વિટામિન c સીનો સમાવેશ થાય છે. ઘણા અભ્યાસો શાકાહારી આહારને દીર્ધ આયુષ્ય સાથે જોડે છે. વનસ્પતિ ખોરાકથી અકાળ મળત્યુનું જોખમ ૧૨ થી ૧૫ ટકા ઘટે છે. આ જ અભ્યાસો કેન્સર, હૃદય, કિડની અથવા હોર્મોન-સંબંધિત રોગોથી મળત્યુનું જોખમ ૨૯ થી ૫૨ ટકા ઘટતું હોવાનું દર્શાવે છે.
વધુમાં, કેટલાક સંશોધનો સૂચવે છે કે માંસના વધુ પડતાં સેવનથી અકાળ મળત્યુ અને ચોક્કસ રોગોનું જોખમ વધે છે. મોટા ભાગે આ નકારાત્મક અસરો ખાસ કરીને પ્રોસેસ્ડ માંસ સાથે જોડાયેલી છે. શાકાહારીઓ અને વેગન ખાનાર સામાન્ય રીતે માંસ ખાનારાઓ કરતાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન હોય છે, જે ઓછામાં ઓછા આ તારણોને આંશિક રીતે સમજાવી શકે છે.
નટ્સ જેવીકે બદામ, અખરોટ, પિસ્તા પોષણનું પાવરહાઉસ છે. તે પ્રોટીન, ફાઇબર, એન્ટીઓકિસડન્ટ અને ફાયદાકારક વનસ્પતિ સંયોજનોથી ભરપૂર છે. વધુમાં, તે કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ, નિયાસિન અને વિટામિન B6 અને E જેવા અનેક વિટામિન અને ખનિજોનો ઉત્તમસ્ત્રોત છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે નટ્સ હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, બળતરા, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, પેટની ચરબીનું સ્તર ઘટાડવામાં અને કેટલાક પ્રકારના કેન્સર પર પણ ફાયદાકારક અસર કરે છે. જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ વખત બદામનું સેવન કરે છે તેમનામાં અકાળ મળત્યુનું જોખમ ૩૯ ટકા ઓછું થાય છે.
૩,૫૦,૦૦૦ લોકો પર થયેલા તાજેતરના અભ્યાસમાં નોંધાયું છે કે અભ્યાસ સમયગાળા દરમિયાન જે લોકોએ બદામ ખાધા હતા તેમના મળત્યુનું જોખમ ૪ થી ૨૭ ટકા ઓછું હતું. જે લોકોએ દરરોજ ૧ ર્સવિંગ બદામ (૨૩ નંગ બદામ) ખાધા હતા તેમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો.
આખા ખોરાક, વનસ્પતિ આધારિત ખોરાકની યાદી
- બદામ અને નટ્સ
- શક્કરીયા, કોળા અને વટાણા જેવા સ્ટાર્ચયુક્ત શાકભાજી
- ફળો જેમ કે બેરી, સફરજન, દ્રાક્ષ, નારંગી, પીચ, અંજીર, કેળા અને કીવી
- આખા અનાજ જેમ કે ઓટમીલ, buckwheat, ક્વિનોઆ અને ચોખા
- કઠોળ જેવા કે ચણા, મસૂર, મગ વગેરે
- વનસ્પતિ આધારિત તેલ જેમ કે ઓલિવનું તેલ અથવા એવોકાડોનું તેલ
- ઓછામાં ઓછા પ્રોસેસ્ડ વનસ્પતિ આધારિત ખોરાક જેમ કે ટમેટાની ચટણી, બદામ તથા અન્ય માખણ, વગેરે
વનસ્પતિ આધારિત આહાર ટિપ્સ છે
શરૂઆત કરવા માટે એક સરળ ભોજન નાસ્તો છે. ગ્લુટેન-મુક્ત ઓટ્સ પસંદ કરો, જેમાં બાદમનું બટર, ચિયા બીજ અને ફળ હોય.
- હંમેશા તમારી પ્લેટમાં પહેલા અડધા સુધી શાકભાજી અને ફળો ભરો, પછીજ તેમા આખા અનાજ અને સ્વસ્થ ચરબી યુક્ત ખોરાક ભરો.
- વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ખાવાનો પ્રયાસ કરો જેથી તમને વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજો મળી રહે.
-વાત સરળ રાખો; માંસના વિકલ્પો જેવાકે મોંઘા શાકાહારી ચીઝથી ફસાઈ ન જાઓ. વનસ્પતિ આધારિત આહારની સુંદરતા એ છે કે તે મૂળભૂત ખોરાક છે અને પણે બીજી જાતના ખોરાક સાથે આસાનીથી ભેળવી શકાય છે.
- ઘટકોના લેબલ વાંચો અને જિલેટીન, કેસીન, આલ્બ્યુમિન વગેરે જેવા પ્રાણીજન્ય ઉત્પાદનો પર ધ્યાન આપો.
- તાજુ બટર, ઘી જેવા ચરબી યુક્ત ખોરાકને ભૂલસો નહીં. તે તમને ખોરાકની સાથે, હોર્મોન નિયમન, મગજના કાર્યો અને શરીરમાં સતત ઉર્જાના જનન માટે ખૂબ જરૂરી છે.
અતિશય ખાવાનું ટાળો
કેલરીના સેવન અને આયુષ્ય વચ્ચે ગાઢ સંબંધ છે. અભ્યાસોમાં ઓછી કેલરીના સેવન અને લાંબા આયુષ્ય અને રોગની ઓછી સંભાવના વચ્ચેના સંબંધોનું પણ અવલોકન કરવામાં આવ્યું છે. વધુમાં, કેલરી પ્રતિબંધ શરીરના વજન વધારાનું અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે, જે બંને ટૂંકા આયુષ્ય સાથે પણ સંકળાયેલા છે. લાંબા ગાળા માટે કેલરી પર પ્રતિબંધ સારો નથી અને તેનાથી શરીરમાં ઘણી આડઅસરો થઈ શકે છે.
હળદર અજમાવી જુઓ
જ્યારે વળદ્ધત્વ વિરોધી વ્યૂહરચનાઓની વાત આવે છે, ત્યારે હળદર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે આ મસાલામાં કકર્યુમિન નામનું એક શક્તિશાળી બાયોએક્ટિવ સંયોજન હોય છે. તેના એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે, મગજ, હૃદય અને ફેફસાંના કાર્યને જાળવવામાં મદદ કરે છે, તેમજ કેન્સર અને ઉંમર સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે. પ્રયોગશાળાઓમાં થયેલા અભ્યાસો મુજબ, કકર્યુમિન ઉંદર અને અન્ય પ્રાણીઓના આયુષ્ય વધારા સાથે જોડાયેલું છે. ભારતમાં હજારો વર્ષોથી હળદરનું સેવન કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેને સલામત માનવામાં આવે છે.
એકંદરે, પુષ્કળ વનસ્પતિ જન્ય ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય અને આયુષ્યમાં ફાયદો થવાની શકયતા છે. જોકે, અતિશય ખાવું અને દારૂ પીવાથી, ચોક્કસ રોગોનું જોખમ વધી શકે છે.
આપણું વિજ્ઞાન : આપણી તંદુરસ્તી
લોક જ્ઞાનપીઠ : કાર્યક્રમ અન્વયે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ, રાજકોટ દ્વારા ‘અમરત્વની તરફ'ના આ લેખના મૂળ લેખકઃ ડો.પી.ડી.ગુપ્તા, જયપુર (સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેકયુલર બાયોલોજી (સીઆઇસી એમબી, હૈદરાબાદ)ના પુર્વ નિયામક છે. જયારે આ લેખના અનુવાદક ડો.કૈદ જોહર, ગુજરાત યુનિવર્સિટીના બાયોમેડીકલ ટેકનોલોજી અને જનીન વિદ્યાના પ્રોફેસર છે. બંનેના તજજ્ઞોના સંપર્ક ઇ-મેઇલ [email protected], [email protected] (મો.નં. ૯૮રપ૧ ૦પર૮પ)
(3:20 PM IST)










