News of Monday, 2nd June 2025
ટાઇફોઇડ-કમળાએ માથુ ઉચકયુ : ૧૨ કેસ
મનપા દ્વારા એક સપ્તાહમાં ૨૬,૧૧૨ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૨૯૨ રહેણાંકોમાં ફોગીંગ : સીઝનલ રોગચાળો પણ વકર્યોઃ શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીના ૧૮૪૪ દર્દી નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ૨૧૭ લોકોને નોટીસ

રાજકોટ, તા.૨: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮૪૪ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો કેસ નોંધાયો નથી.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૬ મે થી તા.૧ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એક પણ કેસ નહીં
છેલ્લા સપ્તાહમાં મેલેરીયા, ચિકનગુનીયા ડેન્ગ્યુના કેસ નોંધાયા નથી.
શરદી-તાવના ૧૮૪૪ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૩૪ તેમજ સામાન્ય તાવના ૮૨૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૭૮ કુલ ૧૮૪૪ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૫,૯૧૬ તેમજ સામાન્ય તાવના ૧૫,૨૪૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૯૫૪ તથા ટાઇફોડનો ૪૯ તેમજ કમળાના ૫૬ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૨૧૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૬,૧૧૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૯૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૭૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૧૭ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૨૧)
(3:54 PM IST)










