News of Monday, 2nd June 2025
શહેરમાં જુગારની મૌસમ ખીલી : પ દરોડામાં ૯ મહિલા સહિત ૩૧ પતા ટીંચતા પકડાયા
દુકાન, બે મકાન અને બે સ્થળે જાહેરમાં જુગાર રમતા પોલીસની ઝપટે ચડી ગયાઃ માધાપરમાં ૪ શખ્સો છનન

રાજકોટ, તા., રઃ શહેરમાં જુગારની મૌસમ ખીલી હોય તેમ અલગ અલગ પ દરોડામાં ૯ મહિલા સહિત ૩૧ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા. જયારે ૪ શખ્સો નાસી છુટયા હતા.
પ્રથમ દરોડામાં બી ડીવીઝન પોલીસે શકિત પાર્ક મેઇન રોડ ઉપર આવેલ કૈલાશ કિશોરભાઇ મુંગરાની ઇમીટેશનની દુકાનમાં રેઇડ કરી જુગાર રમતા દુકાન માલીક (૧) કૈલાશ કિશોરભાઇ મુંગરા ધંધો-ઇમીટેશન રહે-ન્યારા ગામ તા-પડધરી, (ર) પ્રશાંત રામજીભાઇ શંખાવરા ઉ.વ.-૩૦ ધંધો-દુધની ડેરી રહે ન્યુ શક્તિ સોસાયટી મેઇન રોડ જુનાં માર્કેટીંગ યાર્ડની સામે પેડક રોડ (૩) નિલેશ કાનજીભાઇ શંખાવરા ધંધો-ઇમીટેશન રહે ન્યુ શક્તિ સોસાયટી મેઇન રોડ જુનાં માર્કેટીંગ યાર્ડની સામે પેડક રોડ (૪) રવિ અમરશીભાઇ દુધાત્રા ધંધો-મજુરીકામ રહે મેહુલનગર સોસાયટી શેરી નંબર ૦૧ સંત કબીર રોડ ગુર્જર પ્રજાપતિની વાડીની બાજુમાં (૫) સાગર ધીરૂભાઇ ભાયાણી ધંધો-ચાંદીકામ મજુરીકામ રહે પંચનાથ રેસીડેન્સી શેરી નંબર ૦૨ કેવલમ સોસાયટી બાજુમાં સેટેલાઇટ ચોક મોરબી રોડ (૬) યતિન દિનેશભાઇ કાકડીયા ધંધો-ઇમીટેશન રહે શીવધારા સોસાયટી શેરી નંબર ૦૪ મોરબી રોડ એચ.પી પેટ્રોલપંપની બાજુમાં (૭) અંકુર જીવરાજભાઇ હાપલીયા ધંધો-ઇમીટેશન રહે અવધપુરી સોસાયટી ઓમ શાંતિ સેન્ટર પાછળ પેડક રોડ (૮) ધવલ સુખલાલ શિંગાળા ધંધો-ઇમીટેશન રહે હાલ આસ્થા વેન્ટીલા સોસાયટી શેરી નંબર ૦૨ મોરબી રોડ ને રોકડા રૂા. ૭૭૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામે જુના કોળીવાસમાં રેઇડ કરી શહેરમાં જુગાર રમતા (૧) ચંદુ વેલજીભાઇ સમેરવા ધંધો-મજુરીકામ રહે. દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે મનહરપુર-૧ ઉમિયા ધાર, હનુમાનજીના મંદિરની બાજુમાં, (ર) સંજય બાબુભાઇ જાખેલીયા ધંધોઃ ઇમીટેશનનું કામ રહે. જુનો કોળી વાસ, માતાજીના મઢ પાસે માધાપર ગામ, (૩) રમેશ લાલજીભાઇ જાખેલીયા ધંધો-મજુરી કામ રહે. જુનો કોળીવાસ માધાપર ગામ (૪) રમેશ બચુભાઇ જાખેલીયા ધંધોઃ મજુરી કામ રહે. દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે, મનહરપુર-૧, આંગણવાડી સામે તથા (પ) મનસુખ બાલાભાઇ બાબરીયા ધંધોઃ મજુરી કામ રહે. માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા, બ્રિજના છેડે, મનહરપુર-રને ઝડપી લીધા હતા. જયારે (૬) કલ્પેશ બટુકભાઇ દારોદ્રા રહે. કોઠારીયા, (૭) હિરા વશરામભાઇ મૈસુરીયા રહે. મનહરપુર-૧ ગામ, કાળુભાઇ રૂપાભાઇ જાખેલીયા રહે. માધાપર ગામ કોળીવાસ તથા સંજય ઉર્ફે ગવો કાળુભાઇ જાખેલીયા રહે. માધાપર ગામ, કોળીવાસ રાજકોટ નાસી છુટતા શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે રોકડ ર૭૩૦ અને ગંજીપતો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે ન્યુ મહાવીરનગર-ર ઓમ રેસીડેન્સી પાછળ જયસુખ રાઠોડના મકાનોમાં રેઇડ કરી જુગાર રમતાં મકાન માલીક (૧) જયસુખ જીવણભાઇ રાઠોડ ધંધો-પ્રા. નોકરી, (ર) દિલાવર ગફુરખાન પઠાણ ધંધોઃ મજુરીકામ રહે. ગાંધીગ્રામ ડાયાભાઇની કોલોની રૂમ નં. ૧૮ સત્યનારાયણનગર મેઇન રોડ (૩) જગદીશ છગનભાઇ રાઠોડ ધંધો-કલરકામ રહે. શ્રોફ રોડ મેડીકલ સ્ટાફ કવાટર્સ નં. ડી-૬૮ કલેકટર કચેરી પાસે (૪) ગોપાલ જેરામભાઇ વાઘેલા ધંધો પ્રા. નોકરી રહે. રૈયા રોડ ઇન્દ્રપ્રસ્થનગર આદર્શ માર્બલની પાછળ તથા (પ) રસીદ હમીદભાઇ પઠાણ ધંધો-મજુરીકામ રહે. હનુમાનમઢી ચોક રંગ ઉપવન સોસાયટી શેરી નં. ૩ને રોકડા રૂા. ૧૬,૩૪૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે જીવંતીકા પાર્ક ભાગ્યભૂમિની બાજુમાં કમળાબેન હુંબલના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક (૧) કમળાબેન વા/ઓ મુળજીભાઇ હુંબલ ધંધો-ઘરકામ રહે. જીવંતીકાપાર્ક મેઇન રોડ (ર) પુજાબેન વા/ઓ. હર્ષદભાઇ ભીમજીભાઇ નારીગરા ધંધો-ઘરકામ રહે. ગાંધીગ્રામ જીવંતીકાનગર-૧, (૩) ફરજાનાબેન વા/ઓ. લતીફભાઇ હુસેનભાઇ ખત્રી ધંધો-ઘરકામ રહે. ગાંધીગ્રામ મેઇન રોડ, ગાયત્રી ડેરીની બાજુમાં, (૪) રીટાબેન વા/ઓ. કમલેશભાઇ ગૌરીશંકર પંડયા ધંધો-ઘરકામ રહે. લાખના બંગલા પાસે, સત્યનારાયણનગર શેરી નં. ર ગાંધીગ્રામ (પ) જયશ્રીબેન વા/ઓ. રાજુભાઇ રમેશભાઇ ભેમીયાતર ધશ્ર઼ધો-ઘરકામ રહે. જીવંતીકાનગર શેરી નં. ૧, (૬) છાયાબેન વા/ઓ. રાજેન્દ્રભાઇ જોષી ધંધો-ઘરકામ રહે. ગાંધીગ્રામ શેરી નં. ૪/૧ ગાયત્રી ડેરી પાસે, (૭) હર્ષાબેન મહેશભાઇ વૈષ્ણવ ધંધો-ઘરકામ રહે. સીટી સેનેટરી આલાપ ગ્રીન રોડ પાછળ રૈયા રોડ (૮) શીતલબેન કાંતીલાલ ડોડીયા ધંધો-ઘરકામ રહે. સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ બાપા સીતારામ મંદિરની બાજુમાં, હરસિધ્ધી સોસાયટી શેરી નં ર તથા (૯) રેખાબેન રાજેશભાઇ પરમાર રહે. સીટી સેરેનીટી ફલેટ નં. ૩૦૪ આલાપ ગ્રીન સીટી પાસે રૈયા રોડ રાજકોટને રોકડા રૂા. ૧ર,૮૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાંચમાં દરોડામાં આજીડેમ પોલીસે કાથરોટા ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સુખાભાઇ કડવાભાઇ કુકડીયા (ર) દેવાભાઇ ભનુભાઇ બાવળીયા (૩) ભીખુભાઇ લાધાભાઇ બાવળીયા રે. ત્રણેય કાથરોટા ગામ તથા (૪) વાલજીભાઇ ભાણાભાઇ પરાલીયા રે. વાવડી ગામને રોકડા રૂા. ૧પ,૧૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
(4:34 PM IST)










