News of Monday, 2nd June 2025
નીફટીમાં સારા વળતરની લાલચે રોકાણ કરાવી બે સરકારી શિક્ષકો સાથે પાા લાખની છેતરપીંડી
રાજકોટની વિહાન કેપીટલના અજય ભાણજી રાઠોડ સામે જુનાગઢના વતની પૃથુલકુમાર ડાબસરા અને વિપુલભાઇ વેકરીયાની ફરીયાદ

રાજકોટ, તા., ર : નીફટીમાં સારા વળતરની લાલચે રાજકોટની વિહાન કેપીટલ નામની પેઢીના અજય ભાણજી રાઠોડે રોકાણ કરાવી જુનાગઢના વતની પૃથુલકુમાર ભીમજીભાઇ ડાબસરા નામના સરકારી શિક્ષક અને તેમના મિત્ર વિપુલભાઇ વેકરીયા સાથે પાા લાખ રૂપીયાની છેતરપીંડી થયાની ફરીયાદ રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
આ ફરીયાદમાં જણાવાયું છે કે, હું પળથુલકુમાર ભીમજીભાઈ ડાબસરા જાતે કોળી (ઉ.વ. ૪૮ ધંધો સરકારી શીક્ષક રહે. હાલ સાસણ રામેશ્વ ર સોસાયટી યાસીનભાઈ પાળાના મકાનમાં ભાડેથી તા. મેંદરડા જી.જુનાગઢ મુળ વતન એકતા નગર સોસાયટી બ્લોક નં ૪૪ મધુરમ વિસ્તાર વંથલી મેઇન રોડ તા.જી.જુનાગઢ મો. નં. ૯૮૨૫૯ ૬૯૦૮૧.) હું ઉપરના સરનામે મારા પરીવાર સાથે રહુ છુ. અને સાસણ સી.આર.સી. સ્કુલમા છેલ્લા સવા વરસથી નોકરી કરૂ છુ. નોકરીમા અપડાઉન કરૂ છુ. મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમા સૌથી મોટો દીકરો જયપાલ ઉ.વ. ૧૭ જે ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. દીકરી ઉર્જા ઉ.વ. ૧૫ ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે મારા પત્નીનુ નામ મેનાબેન જે સરકારી શીક્ષક છે.
સને ૨૦૨૨ માં મારો દીકરો જયપાલ જે સોરઠ ઇન્ટરેનશનલ સ્કુલ વંથલી રોડ પર આવેલ છે. ત્યા ધોરણ ૯ માં ભણતો હતો. તેની સાથે તેનો મીત્ર દક્ષ વીપુલભાઈ વેકરીયા અભ્યાસ કરતો હતો. ત્યાર બાદ હુ દક્ષના પિતા વીપુલભાઈના સંપર્કમા આવ્યો હતો. આ સંપર્કો મિત્રતામાં ફેરવાયા હતા.
આજથી આશરે અઢી વર્ષ પહેલા વીપુલભાઈ મારા ઘરે બેસવા આવેલ હતા. અને ત્યારે મને તેમણે કહેલ કે મારા ફેસબુકમા VIHAN CAPI TAL Refer & ErnEmની જાહેરાત આવેલ છે. અને તેમા ૫ ટકા સુધીનું વળતર મળે છે તેમ બતાવેલ છે. જેથી તેમા રૂપિયા ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા હોય બન્ને તેમા સાથે ઇન્વેસ્ટ કરીએ. મે અગાઉ જીરોધા કોઇન એપ્લીકેશનમા મ્યુચ્યલ ફંડમા રૂપીયા લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરેલ હોય જેથી મને રીર્ટન બાબતેની થોડીઘણી જાણીકારી છે. મારે માર્કેટમા જોવાનો સમય રહેતો નથી. આપણે બન્ને રાજકોટ જઇનેVIHAN CAPITAL ની મુલાકાત લઇએ.
વિપુલભાઈ સાથે વાતચીત થઈ તેના આશરે બે મહીના પછી એટલ કે તારીખ ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ હું મારા પરીવાર સાથે રાજકોટ કપડાની ખરીદી કરવા માટે આવેલ અને મને વીપુલભાઇએ જણાવેલ તે VIHAN CAP ITAL નામની કંપનીની મુલાકાત પણ કરવાની હોય જેથી જાહેરાતમાં જણાવેલ મોબાઇલ નંબર ૮૪૦૧૫ ૮૩૬૬૦ પર ફોન કરેલ. અજયભાઈ ભાણજીભાઈ રાઠોડ નામના વ્યકિએ ફોન રીસીવ્ડ કરેલ જેમની સાથે રોકાણ બાબતે પ્રાથમીક વાતચીત કરી હતી. વધુ જાણકારી માટે તેની ઓફીસે ગોંડલ રોડ પર સમળધ્ધીભવન કોમ્પલેક્ષ ચોથો માળ ૧૪ નંબરની ઓફીસમાં ગયો હતો. ત્યારે NIFTY ની નામાંકીત ૨૦૦ કંપનીમા તમારા રૂપીયાનુ રોકાણ કરી આપશુ અને સારૂ એવુ વળતર આપીશું. રોકાણમાંથી તમને હુ ૫ ટકા વળતર આપીશ અને બાકીનુ વળતર હું રાખીશ. ઇન્વેસ્ટ કરેલ રૂપીયાનો પ્રોફીટ હું તમને દર મહીનાની ૧ થી ૧૦ તારીખમા તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી આપીશ તેવી બાંહેધરી આપી હતી. તમારે ઓછામાં ઓછા રૂપીયા ૧,૦૦,૦૦૦/-નું ઈન્વેસ્ટ કરવું પડશે તો જ માર્કેટ મુજબ સારૂ એવું વળતર મળશે. હાલમા માર્કેટ સારી પોઝીશનમા છે જેથી વધુ રૂપીયાનુ ઇન્વેસ્ટ કરશો તા વધુ વળતર તમને મળશે તેવું અજયભાઇએ જણાવતા મે મારા બેંક એકાઉન્ટ નંબર સ્ટેટ ૩૦૬૧૩૫૧૨૭૩૮ જે સેવીગ્સ એકાઉ ન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા બ્રાન્ચ સરદારબાગ જુનાગઢ બ્રાન્ચનો ચેક નંબર ૫૬૫૬૩૯૫૬૫૬૩૯ મા રૂપીયા ૨,૨૧,૦૦૦/- ભરીને અજયભાઈ ભાણજીભાઈ રાઠોડને આપેલ હતો. અજયભાઈ રાઠોડએ મને નોટરી લખાણ તેની બાજુમા આવેલ ઓફીસમાથી કરી આપેલ અને તેણે મને AU SMALL FINANCE BANK નોરૂપીયા ૨,૨૧,૦૦૦/-નો ચેક સીકયુરીટી પેટે આપેલ હતો. ત્યારબાદ મેં ઘરે જઈને બીજા દીવસે મારા મીત્ર વીપુલભાઇ કેશવભાઈ વેકરીયા (રહે. ગોકુળ નગર સોસાયટી ચંદુભાઈ હીંગરાજીયાના મકાનમાં ભાડેથી મધુરમ વિસ્તાર વંથલી રોડ જુનાગઢ) ના ઘરે ગયેલ અને વીપુલભાઈને મેં આ ઇનવેસ્ટમેન્ટ બાબતે વાતચીત કરી હતી.
ત્યાર બાદ વાયદા મુજબ રૂપીયા ૧૧૦૫૦/-નું વળતર મારા ઍકાઉન્ટમાં અજયભાઇએ જમા કરાવેલ હતુ. થોડા દીવસ પછી VIHAN CAPITAL ના અજયભાઈએ મને ફોનમા જણાવેલ કે માર્કટ સારી પરીસ્થીતીમા છે. રૂપીયા ૫૦,૦૦૦/- થી ૧,૦૦,૦૦૦/- સુધીનુ રોકાણ કરવાથી સારૂ એવું રીર્ટન મળે એમ છે. જેથી મેં તા. ૪/૦૧/૨૦૨૪ ના રોજ રૂપીયા ૫૦,૦૦૦/- VIHAN CAPITAL CAPITAL ના અજયભાઈના મો.નં ૮૪૦૧૫૮૩૧૧૦ પર ઓનલાઈન ટ્રાન્ફર amazon pay એપ્લીકેશનમાથી કરેલ હતા. આમ મે VIHAN CAPITALCAPITAL મા રૂપીયા ૨,૭૧,૦૦૦/- ઈન્વેસ્ટ કરેલ હતા.
ત્યાર બાદ તા.૦૪/૦૨/૨૦૨૪ ના ફરી અજયભાઈએ ફોન કરીને કહેલ કે મારે તમને રૂપીયા ૧૩૩૫૦/- વળત ર ચુકવવાનુ બાકી છે અને હાલે માર્કીટ સારી પરીસ્થીતીમા છે જેથી તમે રૂપીયા ૧૫૬૫૦/- મને ઓનલાઈન ટ્રાન્સફર ક રી આપો જેથી હુ તમારૂ ચુકવવાનું વળતર રૂપીયા ૧૩૩૫૦/- ૅ ૧૫૬૫૦/- એમ રૂપીયા ૨૯,૦૦૦/-નું ઈન્વેસ્ટ કરી આ પીશ. તેમની વાતચીતથી સહમત થઈને મે રૂપીયા ૧૫૬૫૦/- ઓનલાઈન ટ્રાન્સફર કરેલ હતા.આમ મે રૂપીયા ૩,૦૦,૦૦૦/-નું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અજયભાઈને આપેલ હતા. અને થોડા દીવસ પછી મે અજયભાઈને આ રૂપીયા ૩, ૦૦,૦૦૦/-નુ નોટરી લખાણ કરવા તથા સીકયુરીટી ચેક આપવા માટે કહેલ તો મને જણાવેલ કે હા હુ કરાવી આપીશ. બાદ ૬ માર્ચ/૨૦૨૪નું વળતર જે મને એપ્રીલની શરૂઆતમા આપવાના હોય અને મને મળેલ ન હોય જેથી મે અજયભાઇને તેના મોબાઈલ નંબર ૮૪૦૧૫૮૩૬૬૦ પર ફોન કરેલ અને વળતર આપવા માટે કહેલ તા.૦૫/૦૪/૨૦૨૫ ના રોજ રૂપીયા ૧૫૦૦૦/- મારા બેંક એકાઉન્ટમા અજયભાઈએ જમા કરાવેલ હતા. બાદ થોડા દીવસ પછી અજયભાઈનો મને ફોન આવેલ અને માર્કેટ અપ છે. જેથી રૂપીયા ૫૦,૦૦૦/-નુ ઈન્વેસ્ટ કરો. હાલ હુ જેતપુર છુ અને મને અજયભાઈએ કહેલ કે આપણે જે જુનુ નોટરી લખાણ કરેલ હતુ તે તથા મેં આપેલ ચેક બન્ને લેતા આવજો અને હું તમને નવુ નોટરી લખાણ તથા નવો ચેક આપીશ. જેથી તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ હું તથા મારા પત્ની બન્ને જેતપુર ગયા હતા. અને મારા સેવીંગ્સ એકાઉન્ટનો સ્ટેટ બેક ઓફ ઈન્ડીયાનો ચેક નંબર ૫૬૫૬૪૧ જેમા રૂપીયા ૫૦,૦૦ ૦/- ભરી બસ સ્ટેન્ડ પાસે દીપક આર. ત્રીવેદી નોટરી વકીલની ઓફીસે અજયભાઈને આપેલ. આમ અજયભાઈ ને મે કુલ રૂપીયા ૩,૫૦,૦૦૦/- ઇન્વેસ્ટ કરવા માટે આપેલ હતા.પાછળથી ઇન્વેસ્ટમેન્ટનું ફોલોઅપ લેવા ફોન કરતા ફોન રીસીવ કરતા ન હતા, અને વોટસઅપ નંબર પર આ મો. નં. ૮૪૦૧૫૮૩૬૬૦ પર ચાલુ હોય જેથી વોટસઅપમા મેસેજ કરતા મૅસેજમા જવાબ આપતા ન હતા. બાદ જુલાઇ/૨૦૨૪ મા હુ આ ગોડલ રોડ પર સમળધ્ધીભવન કોમ્પલેક્ષ ચોથો માળ ૧૪ નંબરની તેમની ઓફીસમા રૂ બરૂ આવ્યો ત્યારે ત્યાં તાળુ મારેલ હતુ. આજુબાજુમા પુછતા ઓફીસ બંધ કરીને અમદાવાદ ગયા છે. તે મ જવાબ મળેલ હતો. ત્યાર બાદ મેં તેમનું સરનામુ નવાગામનું શોધી તેમના પિતા ભાણજીભાઇને પુછપરછ કરતા જામનગર રોડ પર આંબેડકરનગરમાં કયાંક અજય રહેતો હોવાનું કહયું હતું. પરંતુ અજયભાઇની કોઇ ભાળ મળી ન હતી. એટલે મેં રોકાણ કરેલા ૩.પ૦ લાખ અને મારી સાથે મેં VIHAN CAPITAL મા અજયભાઈ પાસે મારા મીત્ર વીપુલભાઈ કેશવભાઈ વેકરીયા પાસે પણ રૂપીયા ૨,૦૦,૦૦૦/- નું રોકાણ કરાવ્યું હતું. તે મળી પાા લાખની છેતરપીંડી અંગે રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.આર. સાવલીયાએ તપાસ હાથ ધરી છે
(3:55 PM IST)










