News of Monday, 2nd June 2025
પાંચ ધંધાદારી સ્કુલ સંચાલકોના હાઇપ્રોફાઇલ એજ્યુમોલ સામે કોંગ્રેસ આક્રમકઃ ડી.વી. મહેતાના ઘરને ઘેરાવની ચીમકી
પુરાવા આપ્યા પછી જીલ્લા શિક્ષણાધિકારી શું પગલા લેશે તેના ઉપર વાલીઓની મીટ :ખાનગી શાળાઓ દ્વારા DEOના પરિપત્રનો ભંગઃ ૭૦૦ થી વધુ સ્ટેશનરીના નાના વેપારીઓના રોજગાર ઉપર શિક્ષણ માફીયાઓની તરાપ શરમજનકઃ શિક્ષણના નામે વેપાર બંધ કરાવીશુઃ DEOને રજુઆત કરી ઉગ્ર લડતના મંડાણ કરતા રોહિતસિંહ રાજપુત

રાજકોટ તા.રઃ રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓએ દ્વારા DEO ની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ સ્પષ્ટ પરિપત્રનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને વિદ્યાર્થીઓને યુનિફોર્મ,પુસ્તકો,સ્કૂલ બેગ-શૂઝ જેવી સ્ટેશનરી લગતી વિવિધ પ્રકારની વસ્તુઓ ચોક્કસ જગ્યા પરથી લેવા મજબૂર કરતા હોવાનુ કોંગ્રેસના ધ્યાને આવતા આજે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે પુરાવા સહિત જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.
તેઓએ રજુઆતમાં જણાવ્યુ હતું કે જીલ્લા શિક્ષણ વિભાગની કચેરીએ કરેલા પરિપત્ર મુજબ કોઈપણ ખાનગી શાળા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળેથી (દુકાન, મોલ કે સ્ટોર) પુસ્તક કે યુનિફોર્મ કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે મજબૂર (ફરજ) કરી શકતી નથી. દરેક વાલીઓએ પોતાના બાળક માટે બજારમાંથી પોતાની સગવડ મુજબ પસંદગીના વેચાણકર્તા પાસેથી પુસ્તક કે ડ્રેસ ખરીદી શકે છે અને એ હક્ક તેમને સરકાર તરફથી અપાયો છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળના કહેવાતા મુખ્ય ૫-૬ આગેવાનોએ એક‘‘એજ્યુ મોલ'' ઉભો કર્યો છે જેથી સેલ્ફ ફાઇનાઇન્સ સ્કૂલોના એશોશિયનના સભ્યો સ્કૂલોનો ઉપયોગ કરીને તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને યુનિફોર્મ,બુક્સ,બેગ,શૂઝ જેવી વસ્તુઓ અહીથી જ ખરીદવા માટે સૂચનાઓ અને સકર્યુલરો અપાવીને કરોડો રૂપિયા કમાવવાના માટેનુ સંશાધન ઊભું કર્યું છે તેવા આક્ષેપો કર્યા છે.
રાજકોટની અનેક ખાનગી શાળાઓએ આ તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે ખાસ સકર્યુલર જે વિદ્યાર્થીઓને આપવામા આવ્યુ છે. મોટાભાગની શાળાઓએ એજ્યુમોલમાંથી ખરીદી કરવા સૂચના આપી છે તો અમુક સ્કૂલોએ ‘‘લિબર્ટી''નામની એજન્સીમાંથી ખરીદી કરવા સૂચના આપી છે કે આ જગ્યા પર સૂચવેલ તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે જેના પુરાવાઓ અમે બીડાણમા જોડ્યા છે.શાળા એ વિદ્યાનુ મંદિર છે અને શિક્ષકો (સંચાલકો)એ ગુરુનો દરજ્જો આપવામા આવ્યો છે ત્યારે રાજકોટના અનેક સંચાલકો પોતાના બાળકોને કમાવાનુ સંસાધન સમજીને દરેક બાબતોમા કમિશન કટકટાવવા માટે બાળકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તે ખૂબ જ શરમજનક બાબત છે અને આવા પ્રકારની પ્રવળતિઓ અટકાવવી જરૂરી બને છે.
એજ્યૂ મોલની માલિકીમાં કેટલીક ખાનગી શાળાના ટ્રસ્ટી કે સંચાલક હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકોની શિક્ષણના નામે વ્યાપારી પ્રવળત્તિઓ ચલાવવા માંડતા રાજકોટમા આવેલ યુનિફોર્મ,સ્ટેશનરીઓને લગતા ૭૦૦ થી વધુ વેપારીઓના રોજગાર ધંધાઓ ઠપ્પ થયા છે. રાજકોટના અમુક વેપારી સ્કૂલ સંચાલકોના કળત્યના કારણે અનેક પરિવારોના પેટ ઉપર તરાપ મારવી તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય છે. નાના વેપારીઓ વિદ્યાર્થીઓને આ તમામ વસ્તુઓ સસ્તી અને સારી ગુણવતાની આપતા હતા પરંતુ હવેથી વિદ્યાર્થીઓને મજબૂરીમા સંચાલકોની મનમાની મુજબના ભાવોથી ખરીદી કરવી પડે તે પ્રથા સદંતર બંધ થવી જોઈએ તેવી અમારી માંગ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાન લેતા અમારી માંગ છે કે ૧)રાજકોટના એજ્યુમોલના પરોક્ષ રીતે રહેલ માલિકોની સ્કૂલોની માન્યતાઓ રદ કરવામા આવે ૨)જે શાળાઓએ વાલીઓને ચોક્કસ મોલ કે સ્ટોરે થી ખરીદી કરવા સૂચન કે સકર્યુલર મોકલવામા આવ્યા તે સ્કૂલો પર તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે. ૩)વાલીઓ માટે સરકારી ધોરણે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરવું કે તેમને કોઈ પણ વેચાણકર્તા પાસેથી સામાન લેવા મજબૂર ન કરવામાં આવે અને તેમની સાથે થતો આર્થિક શોષણ બંધ થાય. ૪) આવી પ્રવળત્તિઓ અટકાવવા ઇન્સપેક્શન આપની કક્ષાએથી સરપ્રાઈઝ ચેકિંગ અને પેરન્ટ્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે.
રોહિતસિંહે રજૂઆતના અંતમાં જણાવ્યું હતું કે આ ગંભીર બાબતોને ધ્યાને લઈને તમામ મુદે કાયદેસરની કડક કાર્યવાહી કરવામા આવે અન્યથા કોંગ્રેસની ટીમ આવનારા સમયમા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે શિક્ષણના નામે વાલીઓ પાસેથી પૈસા કમાવવાનુ રાજકોટ શિક્ષણજગતમાં દૂષણ આ એજ્યુમોલના મુખ્ય માલિક ડી.વી. મેહતા ફેલાવે છે જેથી આવનાર સમયમા આ ધંધાદારી વેપારીના ઘરનો ઘેરાવ પણ અમારી ટીમ કરશે.(૨.૨૦)
રાજકોટમાં વિદ્યાર્થીઓને કમાવાનુ સંશાધન સમજી બેઠેલા ધંધાદારી સ્કૂલ સંચાલકો
રોહિતસિંહ રાજપૂતના મોટો આક્ષેપ ‘એજ્યુમોલ'ના માલિકો છે આ વેપારીઓ ૧) ડી વી મહેતા - જિનિયસ સ્કૂલ, ૨)રશ્મિકાંત મોદી- મોદી સ્કૂલ્સ, ૩)ભરત ગાજીપરા - સર્વોદય સ્કૂલ, ૪)જિમિલ પરીખ - મહાત્મા ગાંધી સ્કૂલ, અન્ય એક સ્કૂલ વેપારી સંચાલક છે.(૨.૨૦)
(3:57 PM IST)










