તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
મકનપરની ૮૦ લાખની સાંથણીની જમીનમાં શરત ભંગ સાબીતઃ ૪ એકર જમીન સરકાર પક્ષે દાખલ
આસિ.કલેકટર મહેક જૈનનો મહત્વનો ચુકાદોઃ મામલતદારને જમીનનો કબજો લેવા આદેશો

રાજકોટ તા.૨: રાજકોટ સીટી પ્રાંત-૨ અને આસિ. કલેકટર (આઇએએસ) શ્રી મહેક જૈને સાંથણીની જમીનના એક કેસમાં શરતભંગ સાબીત થતા રૂા. ૮૦ લાખની આ જમીન સરકાર દફતરે દાખલ કરવા હુકમ કરી રાજકોટ તાલુકા મામલતદારને મોરબી રોડ પરની આ જમીનનો કબજો લેવા આદેશો કર્યા છે.
આ કેસના અધિકારી ક્ષેત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના મકનપર ગામે આસિ. કલેકટર રાજકોટ સીટી પ્રાાંત-૨ દ્વારા હુકમથી સંન. ૨૪ પૈકીની એ.૪-૦૦ ગું. જમીન શ્રી ધુધાભાઇ સાર્દુલભાઇ રબારીને ખેતી હેતુ માટે સાંથણીમાં આપવામાં આવેલ પરંતુ તેઓનો કબ્જો મળે. નંબર ૨૪ પૈકીને બદલે સર્વેનંબર ૩૮ વાળી જમીનમાં આવેલ હોય સને ૨૦૧૮માં શરતભંગ અંગેના કેસ પ્રોસીડીગ્ઝ શરૂ કરવામાં આવેલ.
તમામ પક્ષકારોને પોતાનો પક્ષ/ રજૂઆત કરવાની પુરતી તક આપવામાં આવી મુળ સાંથણીદારને જે જગ્યાએ જમીન ફાળવવામાં આવેલ તેના બદલે અન્ય સ.નં. વાળી જમીનમાં તેઓનો કબ્જો હોય, મુળ હુકમની શરતોનો ભંગ સાબિત માની આસિ. કલેકટરશ્રી મહેક જૈન દ્વારા આ જમીન સરકાર સદરે દાખલ કરવા હુકમ કરવામાં આવેલ છે.
(3:59 PM IST)










