તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd June 2025
ગાંધીગ્રામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક
ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી

રાજકોટઃ ગાંધીગ્રામમાં ગાંધીનગર-રમાં એક મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. મકાનમાં ભાડે રહેતા હિરેનભાઇ કેસરીયા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં ફ્રિઝ,કબાટ અને અન્ય ઘરવખરીનો સામાન બળી ગયો હતો. આગ ફ્રિઝમાં શોર્ટસર્કિટ થવાને કારણે લાગી હોવાનું ફાયરબ્રિગેડના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
(4:07 PM IST)










