તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
લલુડી વોંકળાના અસરગ્રસ્તોને આવાસ ફાળવોઃ કોંગ્રેસ
અહીંના ૭૦૦ રહેવાસીઓને ડીમોલીશનની નોટીસ અપાતા મ્યુ. કમિશનર સમક્ષ માંગ

રાજકોટ, તા. રઃ શહેરના લલુડી વોંકળા વિસ્તારમાં ચોમાસા દરમિયાન સ્થળાંતરની કાર્યવાહી કરવી પડે છે, ત્યારે મનપા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી હેઠળ અહીંના ૭૦૦ થી વધુ રહેવાસીઓને નોટીસ ફટકારી દબાણ દુર કરવા જણાવ્યું છે. જે અંગે કોંગ્રેસ દ્વારા સ્થાનીકોને આવાસ યોજનામાં આવાસ આપવા માંગ કરી છે.
ચોમાસા દરમિયાન કામગીરી કરવી પડે છે. તેમ છતાં વોકળાના દબાણો આજ સુધી દૂર થયા નથી. તેના લીધે મનપાએ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત લલુડી વોકળાની બન્ને બાજુ વસવાટ કરતા ૭૦૦થી વધુ મકાનોને નોટીસ પાઠવતા કોંગ્રેસે આ અસરગ્રસ્ત પરિવારોને આવાસ યોજનામાં આવાસ ફાળવવાની માંગ કરી છે.
આ અંગે કોંગ્રેસે પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૪ ના તા. ૨૭ મે૨૦૨૫ થી લલુળી વોકળી માં ૭૦૦ થી વધુ વોકળીમાં અંદર ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતા રહેવાસીઓને મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર વરસાદી પાણીના નિકાલને અવરોધ રૂપ કરેલ દબાણ હટાવવા નોટીસો પાઠવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસે હાલ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાં વોકળો ઉંડો ઉતાર્યા વગર આરસીસી નું કામ કરતા નજીવા વરસાદે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ રહ્યો છે.
જે પગલે અમારી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ રજૂઆત છે કે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવાસ ખંડેર બની ગયા છે અને વર્ષોથી કોઈને આપવામાં આવ્યા નથી જેમાં લલુડી વોકડીની બાજુમાં સોરઠીયાવાડીમાં પણ આવાસો છે. અન્ય સ્થળોએ પણ જે આવાસો ખાલી છે તે આવાસોમાં લલુડી વોકળીમાં જે દબાણકર્તા અને નોટિસો આપવામાં આવી છે તેના આશિયાના દૂર કરતા પહેલા તમામને પડતર આવાસોમાં સમાવેશ કરવા અમારી માંગ છે.
હાલ ચોમાસાની સિઝન હોય ગમે ત્યારે વરસાદ આવવાની શકયતા છે ત્યારે જે દબાણકર્તાઓના મકાનો ડિમોલિશન કરવામાં આવે તો આવા પરિવારોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે જે પગલે હાલ ચોમાસું નજીક છે તો ડિમોલીશનની પ્રક્રિયા પણ અટકાવવી જોઈએ. હાલ અમારી જાણ મુજબ સોરઠીયાવાડી પાસે જે આવાસ લાંબા સમયથી પડતર છે તેમાં ૫૫૦ જેટલા પરિવારને સમાવેશ કરી શકાય તેમ છે.
(4:22 PM IST)










