તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd June 2025
વ્યાજે પૈસા જોઇએ છે? સગીર છાત્ર અનીક મામટીએ ના પાડતા નામચીન રોનક સહિતે ડખો કરી લોખંડના પાઇપથી મારમાર્યો
રૈયા રોડ વિમાનગરમાં બનાવઃ સગીર છાત્રને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયોઃ રોનક શેખ સહિતના હૂમલાખોરો સામે ફરિયાદ નોંધાવવા તજવીજ

રાજકોટ તા.૨: શહેરના રૈયારોડ પર વિમાનગરમાં સગીર છાત્રને નામચીન રોનક શેખ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પર નહેરુનગર, રજાનગર-૩માં રહેતો અને ઘર નજીક જ ફૌજી રેસ્ટોરન્ટ ધરાવતો અનિક ઇમરાનભાઈ મામટી (ઉ.વ.૧૭)ને પડોશમાં રહેતા નામચીન રોનક રફીક શેખએ ફોન કરી વિમાનગરમાં સદગુરુ તીર્થધામ વાળી શેરીમાં બોલાવી ગઇકાલે થયેલી બોલાચાલીનો ખાર રાખી રોનક શેખ તથા તેની સાથેના અજાણ્યા શખ્સએ મળી સગીર છાત્ર અનીક ઉપર પાઇપ વડે હુમલો કરી આડેધડ ઘા મારતા માથા અને શરીરના ભાગે ઇજા થઇ હતી. સગીર ત્યાં જ ઢળી પડતા બનાવની કોઈએ પરિવારને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને સગીરને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
અનિકના કહેવા મુજબ હુમલો કરનાર રોનક વ્યાજવટાવનો ધંધો કરે છે, ચારેક દિવસ પહેલા હું ઘરેથી રેસ્ટોરન્ટએ જતો હતો ત્યારે રસ્તામાં રોનક મળ્યો હતો અને તારે વ્યાજે પૈસા જોઈતા હોય તો કહેજે આથી મારે પૈસા ની જરૂર નથી તેમ કહી હું નીકળી ગયો હતો. તે વાતનું મનદુઃખ રાખી આજે મને ફોન કરી ઘર પાછળ આવેલા વિમાનગરમાં આવવા માટે કહ્યું હતું. ત્યાં પહોંચતા ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે સગીરનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે
(4:34 PM IST)










