તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 2nd June 2025
રાજકોટ કલેકટર કચેરી-તમામ ડેમ તથા મામલતદાર કચેરીઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ
ટુંકમાં સ્ટાફના ઓર્ડરોઃ ગ્રામ પંચાયત ચૂંટણી અંગે પણ ઓર્ડરો થશે

રાજકોટ, તા.૨: આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ડેમ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે અને ચોમાસુ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનું સંચાલન ચાલુ રહેશે રાજકોટ કલેકટર કચેરીમાં પણ સ્પે. કન્ટ્રોલરૂમ શરૂ થયો છે. જયાં અલગથી સ્ટાફ મુકી દેવાયો છે.
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ અધિકારીઓના ઓર્ડર આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં કરી દેવામાં આવશે. આ કંટ્રોલ રૂમનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આફતો, ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો છે.
આ કંટ્રોલ રૂમ દ્વારા વરસાદના આંકડા, ડેમની સપાટી, નદીઓમાં પાણીની સ્થિતિ અને અન્ય સંબંધિત માહિતી પર સતત નજર રાખવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે, જેથી સમયસર મદદ પહોંચાડી શકાય.
દરમિયાન આવી રહેલ ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કલેકટર દ્વારા ૧ થી૨ દિવસમાં તમામ સ્ટાફ અધીકારીઓના ઓર્ડર થશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું
(4:34 PM IST)










