<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રેસકોર્ષમાં આર્ટ ગેલેરી તૈયાર : ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે ખુલ્લી મુકાશે

મુખ્‍યમંત્રી દ્વારા પ૬૪ર.ર૬ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતુમુહુર્ત : તંત્રની તડામાર તૈયારી વિવિધ વિસ્‍તારોમાં પેવિંગબ્‍લોક, મેટલિંગ, વોર્ડ નં. રમાં પાર્ટી પ્‍લોટ, પ્રાથમિક શાળાનું નવું બિલ્‍ડીંગ બનાવવા, વોર્ડ ઓફીસ, કોમ્‍યુનીટી હોલ સહિતના પરપ૧.૪૬ લાખના કામોનું ખાતમુહુર્ત કરાવવા કવાયત

રાજકોટ તા. ૨: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગુરૂવારે રાજકોટ ખાતે જેટકો તથા પાણી પુરવઠા અને મહાનગરપાલિકા તથા સ્‍પોર્ટસ સહિતના કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. પાણી પુરવઠા વિભાગના અલગ અલગ કામો ઉપરાંત મહાનગરપાલિકાનું રેસકોર્સ ખાતે તૈયાર થયેલ આર્ટ ગેલેરી અને એક્‍ઝિબિશન હોલનું લોકાર્પણ તેમજ મેટલીંગ કામ, ડ્રેનેજ લાઈન, સીસી રોડ, શાળા બિલ્‍ડીંગ, વોટર હાર્વેસ્‍ટીંગ, પમ્‍પીંગ સ્‍ટેશન, ફિલ્‍ટર પ્‍લાન્‍ટ સહિતના રૂપિયા ૫૦૫૧.૪૬ લાખના કામોનું ખાતમુહુર્ત સહિત કુલ પ૬૪ર.૪૬ લાખના વિવિધ વિકાસ કામોનું ખાતુમુહુર્ત લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની આગામી પાંચ જૂનના રોજ રાજકોટ ખાતે સંભવિત મુલાકાતના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન, નાગરિક અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કાર્યક્રમના આયોજન સંબંધી વિગતો મેળવતા ઉપસ્‍થિત અધિકારીઓને જણાવ્‍યું હતું કે   શહેરના વિવિધ વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોક, મેન્‍ટલીંગ, વોર્ડ નં. રમાં પાર્ટી પ્‍લોટ, વોર્ડ ઓફીસ, કોમ્‍યુનિટી હોલ, વોર્ડ નં. ર અને ૭માં શાળાના બિલ્‍ડીંગનું રીનલવેશન, કોમ્‍યુનિટી હોલ, વોર્ડ ઓફીસ સહિતના ૧૭ રૂા. પ૦પ૧.૪૬ લાખ ના વિકાસ કામોનું ખાતુમુહુર્ત કરવામાં આવશે.

કયા-કયા કામોનું ખાતુહુર્ત

*વોર્ડ નં. ૪ માં સેટેલાઇટ ૮૦ ફૂટ રોડ, જયપ્રકાશનગર ૧ અને ૧૪, રાજ હાઈટ્‍સની અંદર ૪૦ ફૂટ શેડ, મધુવન ૫૦ ફૂટ રોડ, ભગવતીપરા વિસ્‍તારમાં નંદનવન સોસાયટીની શેરીઓમાં, જય જવાન જય કિશાન રોડ તથા રાધામીરા મેઈન રોડના સાઈડ પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાનું કામ.

*વોર્ડ નં. ૪ માં નવી બનતી જુદી જુદી સોસાયટી મેટલીંગ કરવાનું કામ તથા રીધ્‍ધી સિધ્‍ધી અને હરસિધ્‍ધિ સોસાયટીમાં મેટલીંગ કરવાનું કામ

*રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ માં ભગવતીપરા મેઈન રોડ, બાકી રહેતો મોરબી રોડ ડેવલપ કરવાનું કામ તથા નવી બનતી સોસાયટીમાં ભગવતીપરા, શિવમ પાર્ક, સુખસાગર વિગેરે સોસાયટીમાં, લાતી પ્‍લોટ, ગણેશનગર, રોહિદાસપરા, ખોડીયારપરા વિગેરે રસ્‍તામાં, ભગવતીપરામાં જયપ્રકાશ પાસેના રોડ પર, રીધ્‍ધી સિધ્‍ધી તથા હરસિધ્‍ધિ સોસાયટીમાં અને સોખડા ચોકડીથી કુવાડવા રોડ સુધી ડામર કરવાનું કામ

*વોર્ડ નં. ૬ માં મહિકા મેઈન રોડથી પરશુરામ ઇન્‍ડ. થઈ માધવવાટિકા સુધી ડ્રેનેઝ મેઈન લાઈન અપગ્રેડ કરવાનું કામ

*વોર્ડ નં. ૧૬ માં ૮૦ ફૂટ રોડ પાસે આવેલ બાપુનગર સ્‍મશાનમાં આધુનીકરણ કરવાનું કામ

*વોર્ડ નં. ૧૬ માં નંદા હોલથી સરદાર પટેલ આરોગ્‍ય કેન્‍દ્ર સુધીના ૧૫ મી.ટી.પી. રોડ પર પાઈપગટર, યુટીલીટી લાઈન, સી.સી. રોડ તથા સાઈડના પડખામાં પૈવીંગ બ્‍લોક નાખવાનું કામ

*વોર્ડ નં. ૧૮ માં કોઠારિયા મેઈન રોડ પર રેફયુઝ સ્‍ટેશન પાસે જાહેર ટોઇલેટ બ્‍લોક બનાવાનું કામ

*વોર્ડ નં.૦૨ માં ટી.પી. સ્‍કીમ નં.૯ (રાજકોટ) એફ.પી. નં.સી-૬ માં પાર્ટી પ્‍લોટ ડેવલપ કરવાનું કામ.

*વોર્ડ નં.ર માં જાગળતિ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ડૉ.હેડગેવાર પ્રાથમિક શાળા નં.૭૪ નું જુનું બિલ્‍ડીંગ દૂર કરી નવું બિલ્‍ડીંગ બનાવવાનું કામ.

*વોર્ડ નં.૭ માં કિશોરસિંહજી સ્‍કુલ શાળા નં.૧ નું રીનોવેશન તથા રેટ્રોફીટીંગ કરવાનું કામ.

*રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ થી ૧૮ માં જુદી જુદી જગ્‍યાએ રેઇન વોટર હાર્વેસ્‍ટીંગ માટે બોર તથા બોર રીચાર્જ સીસ્‍ટમ કરવાનું કામ.

*વોર્ડ નં.૭ માં (૧) અવંતિબાઇ લોધી કોમ્‍યુનિટી હોલ રીનોવેશન કરવાનું (૨) શિક્ષણ સમિતિની ઓફિસમાં સ્‍ટાફ કવાર્ટર તથા સ્‍ટાફ ઓફિસ બનાવવાનું (૩) ભૂપેન્‍દ્ર રોડ પર વોર્ડ નં.૭(ક) અને હાથીખાના પાસે વોર્ડ નં.૭(૫)ની ઓફિસ રીનોવેશન કરવાનું કામ.

*વોર્ડ નં.-૧માં મચ્‍છુનગર આવાસ યોજના તથા રૈયાધાર આવાસ યોજનાનાં કોમન પ્‍લોટમાં ૨-આંગણવાડી તથા કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાનું કામ.

*વોર્ડ નં.-૧માં ઘંટેશ્વર ગામતળ (જુનું ગામ)માં ડી.આઇ. પાઇપ લાઈન નાંખવાનું કામ.

*મુંજકા પોલીસ સ્‍ટેશનથી નવા ૧૫૦ ફૂટ રીંગરોડ સુધીના રસ્‍તા ઉપર ૦૫ વર્ષના કોમ્‍પ્રીહેન્‍સીવ 0 & M સાથે નવું સેન્‍ટર LED લાઇટીંગ કામ

*ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ ખાતે ૨૫ એમ.એલ.ડી.કેપેસિટીનો ફિલ્‍ટર પ્‍લાન્‍ટ બનાવવાનું કામ.

*ભાદર પાણી પુરવઠા આધારિત ગોંડલ પમ્‍પીંગ સ્‍ટેશનમાં ફર્સ્‍ટ ફ્‌લોર પર પેનલ રૂમ બનાવવા તથા પરચુરણ રીપેરીંગ કામ.

(4:33 PM IST)