<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સ્‍વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો જ છું: ભરતભાઈ ભુવાની સ્‍પષ્‍ટતા

 

રાજકોટઃ લોધીકા તાલુકાના ઢોલરા મુકામે રહેતા ભરતભાઈ ગીરધરભાઈ ભુવા મો.૯૯૨૫૦ ૩૭૨૦૮ એ જણાવેલ કે હું વર્ષોથી સ્‍વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો જ છું અને જોડાયેલા જ રહીશું. તેઓએ આપેલો પ્રેસયાદી અહી રજૂ છે. તેઓએ જણાવેલ કે હું ભરતભાઈ ભુવા સમાજમાં સારી સુવાસને લાગણી ધરાવુ છું ઉપરાંત મારા સમગ્ર પરિવાર સહિત હુ સ્‍વામિનારાયણ સંપ્રદાય સાથે ખુબ જ નિષ્‍ઠા થી જોડાયેલ છીએ. થોડાક સમય પહેલા સગાઈ પ્રસંગને લઈને ગઢડા (સ્‍વામી)ના જવાનું થયેલ ત્‍યાં મનસુખભાઈ સુવાગીયા હતા. તેમણે ત્‍યાં હાજર સમૂહને મારી એક સમાજ સેવક તરીકે ઓળખાણ આપેલ ને મને તલવાર અર્પણ કરેલ. જે કાર્યક્રમને વિકૃત રીતે મઠારીને બોગસ પ્રેસનોટ તૈયાર કરી તે સ્‍વામીનારાયણ સંપ્રદાયના આગેવાન આ શ્રીતભરતભાઈ ભુવાએ સ્‍વામીનારાયણ સંપ્રદાયને તરસોડી દીધો તેથી તેનું તલવાર આપી સન્‍માન કરેલ છે. આ ગ્‍લોબલ સમાચાર મનસુખભાઈ સુવાગીયાએ રાજકોટની પ્રસિધ્‍ધ વિવિધ અખબારોમાં પ્રકાશિત કરાવીને મને ને મારા પરિવારને માનસિક ત્રાસ આપી મને બદનામ કરેલ છે. સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં મારી સારી એવી આબરૂને લઇને ઘણા બધા લોકોના ફોન આવેલ.  આ ઉપરોકત બાબતથી હુ ભરતભાઈ ભુવા ખુલાસો કરુ છુ કે મે અને મારા પરિવારે કયારેય સ્‍વામિનારાયણ સંપ્ર્‌દાય છોડવાનો વિચાર કર્ર્યો નથી અને ભવિષ્‍યમાં પણ નહી કરીએ. સ્‍વામીનારાયણ ભગવાન અમાર ઇષ્ટદેવ છેઅને કાયમી રહેશે. તેમ યાદીના અંતમાં જણાવ્‍યું છે. તસ્‍વીરમાં ભરતભાઈ ભૂવા સાથે પ્રવિણ કાનાબાર, વસંતભાઈ લિંબાસીયા, ગોરધનભાઈ પટેલ નજરે પડે છે

(4:15 PM IST)