<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જૂન મહિનાના વિતરણને સસ્‍તા અનાજની દુકાનો ઉપર ૩૦ જુન સૂધી ચાલૂ રાખોઃ ખૂટતા જથ્‍થાની તાકિદે પરમીટ આપવા માંગણી

રાજકોટ ફેર પ્રાઇઝ એસો. દ્વારા DSO ને આવેદનઃ કાર્ડ હોલ્‍ડરોને વારંવાર ધક્કા ન થાય તે માટે સવલત આપવી જરૂરી`

રાજકોટ તા.રઃ શહેર ફેર પ્રાઇઝ એસો.એ જીલ્લા પુરવઠા અધીકારીને આવેદન પાઠવી અનેક મૂદાઓ અંગે તથા આગામી જુલાઇ તથા ઓગસ્‍ટ માસના જથ્‍થાનું વિતરણ જુન માસમાં કરવાનું હોય આ વિતરણ માટે ગ્રાહકો તથા વેપારી ભાઇઓને સરળતા રહે માટે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા મે-૨૦૨૫ ના માસમાં મેં તથા જુન બે મહિનાના જથ્‍થાનું વિતરણ કરવા માટે ઠરાવવામાં આવ્‍યું હતું પરંતુ મેં માસના અંત સુધી સસ્‍તા અનાજની દુકાન ખાતે પુરવઠા ગોડાઉન થી જથ્‍થો પહોંચી શકયો નથી અથવા તો ૩૧ મેં ના રોજ જે દુકાન ખાતે જથ્‍થો પહોંચ્‍યો છે તેઓને વિતરણ માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્‍યો છે દરેક દુકાનદાર માટે પાંચ દિવસમાં વિતરણ કરવું શકય નથી જે દુકાનમાં સાતસો,પંદરસો,બે હજાર, રાશનકાર્ડ જોડાયેલા છે એવી દુકાનોમાં આટલા ટૂંકા સમયગાળામાં વિતરણ કરવું શકય નથી.

સામાન્‍ય રીતે ગ્રાહકો મહિનાની પહેલી તારીખથી પાંચ તારીખ સુધીમાં જથ્‍થો લેવા ટેવાયેલા પણ ન હોય ગ્રાહકોને દુકાન ખાતે ખેંચી લાવવા એ મુશ્‍કેલી ભર્યું છે માટે રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા આપને વિનંતી કરવામાં આવે છે કે પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણયમાં ફેરફાર કરવામાં આવે અને જૂન માસના વિતરણને ૩૦ જૂન સુધી ચાલુ રાખવામાં આવે જેથી દુકાનદાર અને ગ્રાહકો બંન્ને ને સરળતા રહે આમ જુન,જુલાઈ અને ઓગસ્‍ટ માસનો જથ્‍થો એક સાથે જુન માસમાં વિતરણ અર્થે મુકવામાં આવે તો ગ્રાહકોને વારંવાર દુકાન ખાતે ધક્કા ન થાય તથા વેપારીભાઈઓને કોણ ગ્રાહક જથ્‍થો લઈ ગયું અને કોણ બાકી આ જદોજેહત માંથી છુટકારો મળે,

૧૩ મેં ના રોજ જૂન માસ માટેના જથ્‍થાની ફાળવણી કરવામાં આવેલી હતી જે ૧૩ મેં સુધી e-kyc થયેલા રાશનકાર્ડ અને તેની જનસંખ્‍યાની સ્‍થિતિએ કરવામાં આવી હતી ૧૩ મેં બાદ જે રાશનકાર્ડ ધારકો e-kyc કરાવ્‍યું છે આવા રાશનકાર્ડ ધારકો જૂન માસનો જથ્‍થો દુકાને લેવા આવે ત્‍યારે દુકાન ખાતે આ રાશનકાર્ડ ધારકો ને આપવા માટે જથ્‍થો ઉપલબ્‍ધ થયેલ નથી માટે ૧૩ મેં બાદ થયેલા e-kyc રાશનકાર્ડ ધારકોને જથ્‍થો મળી રહે તે માટે જૂન માસ માટે ખુટતા જથ્‍થાની પરમિટ આપવી જોઈએ જેથી રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એના ભાગનું પૂરતું અનાજ મળી રહે.

હાલ ૪૫ દિવસની સાયકલ-મુજબ જથ્‍થો ડેશબોર્ડ પર દર્શાવે છે જે આ ડબલ વિતરણ છે ત્‍યાં સુધી ૩૦ દિવસની સાયકલ કરવી જોઈએ જેથી દરેક જથ્‍થો લાઇનમાં આવે અને એ જથ્‍થો વિતરણ કરી શકાય અને દુકાનોમાં જગ્‍યાનો પ્રશ્ન પણ ના ઉદભવે

(4:22 PM IST)