તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
રાજકોટનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ ફર્યો : હવે શુક્રવારે સાંજે પ વાગ્યે આવશે : ૬ વાગ્યે રવાના થશે : કરોડોના લોકાપર્ણો
ભૂપેન્દ્રભાઇએ આજે કલેકટર સાથે સ્પે. વી.સી. યોજી તમામ કામો તૈયારીઓ અંગે માહિતી મેળવી...

રાજકોટ, તા. ૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અગાઉ તેઓ ગુરુવારના રોજ રાજકોટ આવવાના હતા, પરંતુ હવે તેઓ શુક્રવારે, ૬ જૂનના રોજ સાંજે ૫ વાગ્યે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈ કલેકટર તંત્ર દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કાર્યક્રમ અંગેની માહિતી મેળવી હતી.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે, ૬ જૂનના રોજ સાંજે ૪ાા વાગ્યા બાદ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ બાય રોડ રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પહોંચશે. અહીં તેઓ રાજકોટ મહાનગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ રૂડા તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ખાતાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહશે.
કાર્યક્રમ અંગે હાલ લોકાપર્ણ -ખાતુમુહૂર્તહોનું લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે. કરોડો રૂપિયાના કામો અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કલેકટર સાથે આજે વીપીમાં મુખ્યમંત્રીએ તમામ માહિતી મેળવી હતી, કલેકટરે કાર્યક્રમ અંગે અંદાજે ૧૦૦ ના સ્ટાફના ઓર્ડરો કર્યા છે.
(4:12 PM IST)










